રખડતા ઢોર–પાકિગ મુદ્દે રાજયના ગૃહ અને શહેરી વિકાસ અગ્ર સચિવને હાઈકોર્ટનું તેડું

  • August 23, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના મહાનગરોમા રખડતા ઢોર ગેરકાયદેસર દબાણ, બિસ્માર રસ્તાઓ ને લઇ હાઇકોર્ટે સરકાર સામે આક વલણ અપનાવયુ છે.વારંવાર સુચનાઓ પછી પણ વહીવટી તંત્રમા બદલાવ આવ્યો નથી તેવુ કડક વલણ અપનાવતા આખરે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે.દાસ અને શહેર વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને તા.૨૯મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ બ હાજર રહેવા ફરમાન કયુ છે.એડવોકેટ અમિત પંચાલ દ્રારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં ખંડપીઠે રાજય સરકાર, ટ્રાિટ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશન અને પોલીસ ઓથોરીટીનો ઉધડો લીધો હતો.
પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નહી આવતાં કે કોઇ ળદાયી પરિણામ નહી આવતાં હાઈકોર્ટની ખંડપીઠે નારાજગી વ્યકત કરી હતી અને રાજય સરકાર, ટ્રાફિક પોલીસ, અમ્યુકો, પોલીસ ઓથોરીટી સહિત ના સત્તાવાળાઓનો ઉધડો લેતાં સાફ શબ્દોમાં સુણાવ્યું હતું કે, આટલા વર્ષેાથી હાઇકોર્ટ વારંવાર હત્પકમો કર્યા કરે છે અને તમને પૂરતી તક આપી છે પરંતુ હજુ સુધી કોઇ જ અસરકારક કે પરિણામલક્ષી થઇ જ નથી.
તમારી બધી વાતો અને દાવાઓ માત્ર કાગળ પરના છે. સરકારે અને તેના અધિકારીઓએ હાઇકોર્ટના હત્પકમોનું સાચા અર્થમાં પાલન કરાવવુ પડશે. હાઇકોર્ટે એક પછી એક મુદ્દાઓ હાથ ધર લીધા છે અને અદાલત આ સમગ્ર મામલે ગંભીર છે. તેથી તેમાં કોઇ બાંધછોડ નહી ચાલે. અમે છેલ્લ ી છ સુનાવણીથી બધુ જોઇ રહ્યા છે પરંતુ કોઇ જ સંતોષકારક કામગીરી થઈ નથી, તેથી નાછૂટકે અમારે સરકારના ઉપરોકત બે ઉચ્ચ અધિકારીઓને આ મામલે જવાબ આપવા માટે હાઇકોર્ટ સમક્ષ રૃબરૃ બોલાવવા પડે છે. હાઇકોર્ટે રાજય સરકારને માર્મિક ટકોર સાથે રાજયભરમાં ટ્રાફિકની જટિલ સમસ્યા, જાહેર રસ્તાઓ અને ફુટપાથ પર ગેરકાયદે પાકિગ, રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના અનેક મુદ્દાઓ પર ગુજરાત હાઇકોર્ટે વર્ષ ૨૦૧૮ પછી લગભગ ૬૦ જેટલા હત્પકમો કર્યા હોવા છતાં કોઇ ઠોસ કામગીરી નહી થયાની નારાજગી વ્યકત કરવામા આવી છે.
સામે સરકારે બચાવ કર્યેા કે, વાહનો વધ્યા છે. જેથી હાઇકોર્ટે જણાવ્યું કે, સાયન્ટીિસ મેથડ શું છે તમારી પાસે આ સમસ્યાના નિરાકરણ માટે..? જો તમને મૂળ કારણ જ ખબર નહી હોય તો તમે સમસ્યાનું નિવારણ કેવી રીતે કરશો? તમારા તરથી કોઇ હળવાશ નહી ચલાવી લેવાય. તમારે સખ્તાઇથી કામ લેવું જ પડશે નહી તો, આનું કોઇ નિરાકરણ નહી આવે. સરકાર પક્ષ તરથી કામગીરી અને પ્રગતિ અહેવાલ રજૂ કરવા વધુ સમયની માંગ કરાતાં ખંડપીઠે સરકારને રોકડુ પરખાવ્યુ હતું કે, બે મહિનાનો સમય વીતી ગયો છે. તમને પૂરતી તક આપી છે. તેમ છતાં તમે માત્ર ત્રણ–ચાર પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પેારેશન રસ્તા પર જ કામ કયુ છે. તમારા વચ્ચે સંકલનનો પણ સદંતર અભાવ જોવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application