ક્રિકેટની દુનિયામાં BCCI સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની વાર્ષિક કમાણી અબજોમાં છે. વિશ્વભરના ક્રિકેટ બોર્ડ આ હકીકતને સ્વીકારે છે અને આ અંગે ઘણી વખત આક્ષેપો પણ કરતા હોય છે. બોર્ડની આવક અને તાકાતને જોતાં એવી કલ્પના કરવી મુશ્કેલ છે કે આ બોર્ડ મુંબઈ પોલીસના દેવાંમાં હશે અને બોર્ડ હજુ સુધી પોલીસને તેના પૈસા પણ ચૂકવી શક્યું નથી. હવે મુંબઈ હાઈકોર્ટે આ મામલે BCCIને ફટકાર લગાવી છે.
BCCI પર મુંબઈ પોલીસનું 6.3 કરોડનું દેવું
BCCIએ શુક્રવારે મુંબઈ હાઈકોર્ટને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ મેચ દરમિયાન પૂરી પાડવામાં આવેલી સુરક્ષા માટે બે અઠવાડિયામાં મુંબઈ, પિંપરી ચિંચવડ અને નવી મુંબઈ પોલીસને બાકી રકમ ચૂકવી દેશે. વધુમાં ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે, 'અમારે પિંપરી ચિંચવડ પોલીસને 1.7 કરોડ રૂપિયા, નવી મુંબઈ પોલીસને 3.3 કરોડ રૂપિયા અને મુંબઈ પોલીસને 1.03 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.' એટલે કે BCCI પર મુંબઈ પોલીસનું 6.3 કરોડનું દેવું ચૂકવવાનું બાકી છે.
BCCI બે અઠવાડિયામાં આ રકમ ચૂકવી દેશે!
એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ દાખલ કરેલી અરજીના જવાબમાં BCCIએ કહ્યું હતું કે, 'BCCI બે અઠવાડિયામાં આ રકમ ચૂકવવાનું વચન આપે છે.' ગલગલીએ મહારાષ્ટ્ર સરકારના જૂન 2023ના ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL), T20 અને અન્ય ક્રિકેટ મેચોને મંજૂરી આપવાના નિર્ણયને પડકારતી અરજી દાખલ કરી હતી. પોલીસ સુરક્ષા માટે નક્કી કરાયેલા દર વર્ષ 2011 થી પાછલી અસરથી ઘટાડવામાં આવ્યું હતું.
પોલીસને દેવાંથી વંચિત રાખવાનો કોઈ ઈરાદો નથી- BCCI
આ અરજીમાં કાર્યકર્તાએ વર્ષ 2011 થી પાછલી અસરથી અમલમાં આવેલા પરિપત્ર સામે વાંધો ઉઠાવ્યો હતો. કારણ કે ત્યારબાદ BCCI પાસે બાકી લેણાંની રકમ પણ ઘટી જશે. BCCIએ પોતાના સોગંદનામામાં કહ્યું કે, 'પોલીસને BCCIના બાકી રહેલા દેવાંથી વંચિત રાખવાનો કોઈ ઈરાદો નથી અને સંબંધિત પોલીસ અધિકારીઓ સાથે હિસાબોના સમાધાનના 90 દિવસની અંદર વિવાદિત રકમ ચૂકવવાનું વચન આપીએ છીએ.'દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI પર મુંબઈ પોલીસનું 6.3 કરોડનું દેવું, હાઈકોર્ટે લગાવી ફટકાર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech