અશ્લીલ કોલ અને વોટસએપ દ્રારા સગીર યુવતીને સતત હેરાન કરનાર આરોપીને કોર્ટે કામચલાઉ જામીન આપ્યા છે. બદલામાં, કોર્ટે આરોપીને સમુદાય સેવા કરવા જણાવ્યું છે. એવો પણ ઉલ્લેખ છે કે આરોપી સારા પરિવારનો છે. કોર્ટનું કહેવું છે કે આ મામલામાં આરોપો ખૂબ જ ખરાબ છે, પરંતુ આરોપીને તેનું વર્તન સુધારવાની તક આપવી જોઈએ.
જામીન અરજીમાં કહેવામાં આવ્યું છે કે લાંબા સમય સુધી બધં રાખવાથી તેના ભણતર પર અસર થશે. આરોપીના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, તે ભવિષ્યમાં આવી કોઈ પ્રવૃતિમાં સામેલ નહીં થાય અને વધુ સારા નાગરિક બનવાના પોતાના માર્ગેા સુધારશે. ઉપરાંત, તે એવું કઈં પણ કરશે નહીં જેનાથી ફરિયાદીને કોઈપણ રીતે શરમ અનુભવાય.
રિપોર્ટ અનુસાર, આરોપીના માતા–પિતાએ પણ કોર્ટમાં કહ્યું છે કે તેઓ તેમના પુત્રના કૃત્યથી શરમ અનુભવે છે. તેણે એવો પણ વાયદો કર્યેા છે કે તેનો પુત્ર ભવિષ્યમાં આવું કોઈ કામ નહીં કરે. આરોપીના વકીલે પણ કોર્ટને જામીન આપવાનું સૂચન કયુ હતું. તેણે કહ્યું, તે સર્જનાત્મક કાર્ય અને સામુદાયિક સેવાઓમાં સામેલ થઈ શકે છે, જે તેના કથિત અહંકારને ઘટાડશે અને બાદમાં તેના આચરણને જોઈને તેના જામીનની પુષ્ટ્રિ થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, કોર્ટે કહ્યું, એવું લાગે છે કે અરજદાર વિધાર્થી છે અને તેથી તેને તેનું વર્તન સુધારવાની તક આપવામાં આવી છે. જેથી કરીને તે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓ અને ખાસ કરીને આઈપીસીની કલમ ૩૫૪ (ડી) અને પોકસો એકટની કલમ ૧૧ અને ૧૨માં સામેલ ન થઈને સારો નાગરિક બની શકે. અહીં, ફરિયાદ પક્ષે આરોપીના જામીનનો વિરોધ કર્યેા હતો અને કહ્યું હતું કે તે પીડિતાને સતત હેરાન કરતો હતો.
હોસ્પીટલમાં ડોકટરો અનેકમ્પાઉન્ડરોની મદદ કરવા આદેશ
જસ્ટિસ આનદં પાઠક આ કેસની સુનાવણી કરી રહ્યા હતા. ઈન્ડિયન એકસપ્રેસના અહેવાલ મુજબ, કોર્ટે આરોપી વિધાર્થીને માત્ર ભોપાલ જિલ્લા હોસ્પિટલમાં દર શનિવાર અને રવિવારે સવારે ૯ થી ૧ વાગ્યા સુધી ડોકટરો અને કમ્પાઉન્ડરોની મદદ કરવા કહ્યું છે. જો કે આ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. જેમાં દર્દીને દવાઓ, ઈન્જેકશન વગેરે ન આપવા, તેને પ્રાઈવેટ વોર્ડમાં ન જવા દેવા જેવી બાબતોનો સમાવેશ
થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech