જિલ્લા પંચાયતનું વર્તમાન બિલ્ડીંગ તોડી પાડી તેની જગ્યાએ આધુનિક સાધન સુવિધાથી સભર કોર્પેારેટ કલ્ચરના લુકવાળુ અંદાજે પિયા ૩૨ કરોડના ખર્ચે નવું બિલ્ડીંગ બનાવવાનું થાય છે. નવું બિલ્ડીંગ ન બંધાય ત્યાં સુધીના વચગાળાના સમય માટે જિલ્લા પંચાયતની હાલની કચેરીઓનું સ્થળાંતર કયા કરવું તે માટે લાંબા સમયની અવઢવ પછી જુના કોર્ટ બિલ્ડીંગની પસંદગી કરવામાં આવી હતી. આ માટે રાય સરકારના કાયદા વિભાગમાં સંપર્ક સાધી જુના કોર્ટ બિલ્ડિંગના કામચલાવ વપરાશ માટે મંજૂરી માંગવામાં આવી હતી. કાયદા વિભાગની મંજૂરી પછી હાઇકોર્ટે પણ આ માટે મંજૂરી આપી હોવાનું જિલ્લા પંચાયતના સત્તાવાર સાધનો જણાવે છે.
જિલ્લા પંચાયતના સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ હાઇકોર્ટની મંજૂરીનો પત્ર રાજકોટની કોર્ટને મળી ગયો છે અને જુના કોર્ટ બિલ્ડિંગમાં પડેલ ફાઈલ અને અન્ય દસ્તાવેજો ફેરવવાની કામગીરી શ કરી દેવામાં આવી છે. ચારથી પાંચ દિવસમાં આ કામગીરી પૂરી થઈ જશે અને ત્યારબાદ કોર્ટ આ બિલ્ડીંગ પીડબ્લ્યુબી વિભાગને સોપી દેશે અને પીડબ્લ્યુબી વિભાગ જિલ્લા પંચાયતને કામચલાવ ધોરણે વાપરવા માટે આપશે.
ઉપલી કક્ષાએથી કાયદા વિભાગ અને હાઇકોર્ટ માંથી મંજૂરી મળ્યા પછી હવે માત્ર ઔપચારિકતા બાકી રહે છે. ત્યારે સમય ન બગડે તે માટે જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ જુના કોર્ટ બિલ્ડીંગની મુલાકાત લીધી હતી.જુના કોર્ટ બિલ્ડિંગમાં લાઈટ પંખા ટોયલેટ જેવી સુવિધાની હાલત બાબતે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વાયરીંગ સહિતની જે કાંઈ કામગીરી કરવાની થાય છે તે માટે પણ પ્લાનિંગ ઘડી કાઢવામાં આવ્યું છે.
સાત માળના આ બિલ્ડિંગમાં કયા માળ પર કયો વિભાગ અને બ્રાન્ચ બેસશે તેની ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી છે.કોર્ટ બિલ્ડીંગ સંપૂર્ણપણે ખાલી થઈ જાય તે પૂર્વે રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ બિસ્તરા પોટલા બાંધવાનું શ કરી દેવામાં આવ્યું છે અને જેવો બિલ્ડીંગનો કબજો સોપે તે સાથે જ સ્થળાંતરની કામગીરી શ થઈ જાય તે દિશામાં તત્રં આગળ વધી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech