ટ્રાન્સપોર્ટના ધંધાર્થી મહેશભાઇ વસંત અને હેમલભાઇ વસંતને કવોશીંગ પીટીશનમાં રાહત આપતી વડી અદાલત
કેસની તમામ હકીકતો જોતા જો આવી ફરીયાદ ગ્રાહ્ય રખાય તો પ્રોસેસ ઓફ લો નો દુરઉપયોગ થયો ગણાય: હાઇકોર્ટના જસ્ટીસ એચ.ડી. સુથાર દ્વારા કરાઇ મહત્વની ટકોર: વસંત પરિવારના કાનુની જંગમાં મહેશભાઇ અને હેમલભાઇનો હાથ ઉપર રહ્યો
જામનગરના ખુબ જાણીતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી મહેશભાઇ કલ્યાણજીભાઇ વસંત અને હેમલભાઇ મહેશભાઇ વસંત સામે એમના જ મુંબઇ રહેતા ભાઇ શરદકુમાર કલ્યાણજીભાઇ વસંત દ્વારા કરવામાં આવેલી ફરીયાદ હાઇકોર્ટે રદ કરી નાખી છે અને વડી અદાલત સુધી પહોંચેલા કાનુની જંગમાં ફરીયાદ કરનારને લપડાક લાગી છે કારણ કે હાઇકોર્ટે ક્વોશીંગ પીટીશન પર અરજદાર તરફી ચુકાદો આપીને એવી પણ મહત્વની ટકોર કરી છે કે કેસની તમામ હકીકતો ઘ્યાને લીધા બાદ જો આવી ફરીયાદ ચાલુ રાખવામાં આવે તો કાનુની પ્રક્રિયાનો દુરઉપયોગ થયો ગણાય.
સમગ્ર જામનગરમાં અને લોહાણા સમાજમાં ચચર્સ્પિદ બનેલા વસંત પરિવારના કાનુની જંગમાં તા.31-12-2021ના રોજ મુંબઇ સ્થિત શરદભાઇ વસંત દ્વારા જુદી જુદી કલમો હેઠળ ફરીયાદ કરવામાં આવી હતી, જેની સામે મહેશભાઇ વસંત અને હેમલભાઇ વસંત દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશીંગ પીટીશન દાખલ કરવામાં આવી હતી, જેનો ચુકાદો હાઇકોર્ટના જસ્ટીસ એચ.ડી. સુથાર દ્વારા આપવામાં આવ્યો છે અને શરદભાઇ વસંતની ફરીયાદને રદ કરી દેવામાં આવી છે.
તા.31-12-2021ના રોજ જામનગર સીટી બી ડીવીઝનમાં મુંબઇના પ મહલ 222/1 આર એ કીડવાઇ રોડ, વકાલા ખાતે રહેતા લોહાણા વેપારી શરદકુમાર કલ્યાણજીભાઇ વસંત (ઉ.વ.69) એ ફરીયાદ નોંધાવી હતી કે ફરીયાદી શરદકુમાર તેમના પરિવાર સાથે ઉપરોકત સરનામે રહે છે અને રણજીત લેજીસ્ટીક નામનો ટ્રાન્સપોર્ટ તથા રણજીત ઇન્ફ્રાસ્ટ્રકચર નામથી ક્ધસ્ટ્રક્શનનો ધંધો ચલાવે છે, સંતાનમાં બે બાળકો, પુત્ર કીંજલ તથા પુત્રી પ્રાંચીબેન છે, તેમના પત્નિનું નામ જયશ્રીબેન છે અને ધંધાનો વહીવટ તેમનો પુત્ર અને તેઓ ચલાવે છે, તેમના પિતા કલ્યાણજીભાઇ તથા માતા મુક્તાબેન અવસાન પામેલ છે, છ ભાઇઓ છીએ જેમાં સૌથી મોટા જશવંતભાઇ જે 15 વર્ષ પહેલા મરણ ગયેલ છે, તેનો પરિવાર છે, જે હાલ જામનગરમાં રહે છે, તેનાથી નાના અનિલભાઇ છે, જે દોઢ વર્ષ પહેલા મરણ ગયેલ છે અને તેમના પુત્ર મુંબઇ અને દિલ્લી મુકામે રહે છે.
તેનાથી નાના કનુભાઇ છે, જે તેમના પરિવાર સાથે રાજકોટ રહે છે, તેનાથી મહેશભાઇ છે જે તથા તેમનો પરિવાર જામનગરમાં રહે છે અને તેનાથી નાના વિનોદભાઇ ઉર્ફે કીલુભાઇ જે 12 વર્ષ પહેલા મરણ ગયેલ છે અને તેમનો પરિવાર જામનગરમાં રહે છે, સૌથી નાનો હું (ફરીયાદી) છું અને 45 વર્ષ થી મારા પરિવાર સાથે મુંબઇ મુકામે રહું છું અને ત્યાં ઉપરોકત ધંધો ક છું.
મે કરેલ અરજી બાબતે મારી ફરીયાદ હકીકત લખાવું છું કે હું તથા મારા મોટાભાઇ મહેશભાઇ તથા વિનોદભાઇના પત્નિ વષર્બિેન એમ અમોએ સને 1995ની સાલમાં રણજીત ફલેટ કેરીયર નામથી ટ્રાન્સ્પોર્ટનો ધંધો ભાગીદારીમાં ચાલુ કરેલ હતો, જેમાં મે મારા તરફથી સને 1996ની સાલમાં મારા નામે ટ્રક નં. જીજે 10 યુ 5848 તથા મારી પત્નિ જયશ્રીબેનના નામે જીજે10 યુ 5094 તથા સને 1995ની સાલમાં જીજે10 યુ 6363 તથા સને 2006ની સાલમાં મારા નામે ટ્રક રજીસ્ટર નં. જીજે10ટીટી 6072 તથા મારા પુત્ર કીંજલના નામે જીજે10વી 5301 એમ કુલ પાંચ ટ્રકો ખરીદેલ હતાં.
તેમજ મારા ભાઇ મહેશભાઇ તથા વિનોદભાઇએ પણ તેમના તરફથી પાંચ પાંચ ટ્રકો ખરીદેલ હતાં, જે ટ્રકો અમારી રણજીત ફ્લેટ કેરીયર નામથી મુંબઇથી જામનગર મુકામે ચાલતા હતાં, જેની મુંબઇ મુકામે ઓફીસનો વહીવટ હું ચલાવતો હતો અને જામનગર મુકામે દેખરેખ રાખવાનું કામ મારા મોટાભાઇ મહેશભાઇ કલ્યાણજીભાઇ વસંત કરતા હતાં. આ અમારો ભાગીદારોમાં ધંધો સને 2015 સુધી ચાલુ હતો અને મારાભાઇ વિનોદભાઇ મરણ જતા પાર્ટનરશીપમાં મજા આવતી ન હોય અને અવરનવર નાની નાની બાબતોમાં બોલાચાલી થતાં અમે આ ભાગીદારી પેઢીનો અંત લાવેલ હતાં અને તેના સ્થાને મારા પત્નિ તથા મારા ભાઇ મહેશભાઇએ રણજીત કોર્પોરેશનના નામથી ટ્રાન્સપોર્ટનો ધંધો ચાલુ રાખેલ હતો.
આ દરમ્યાન 2018/19ની સાલમાં મારે મારા ભાઇ મહેશભાઇના દિકરા હેમલભાઇ સાથે પારીવારીક કારણોસર બોલાચાલી થતા રણજીત કોર્પોરેશનમાંથી છુટા થયેલ હતાં પરંતુ મારે મારા ભાઇ મહેશભાઇની સાથે સબંધ સારા હોય જેથી આ મહેશભાઇ તથા તેમના દિકરા હેમલભાઇએ બન્ને અમારા ઘરે જાન્યુઆરી 2019માં આવેલ હતાં અને અમને વાત કરેલ કે અમને સીક્કા સીમેન્ટની ફેકટરીમાં કોન્ટ્રાકટ મળેલ છે, જેથી તમારી ગાડીઓ અમને ચલાવવા આપવી હોય તો ત્યાં મને ચલાવવા આપો, હું તમનેમુંબઇ સુધી સીમેન્ટ લાવવાના એક ટનના ા.2400 આપીશ તેમ કહી અલગ અલગ શહેરોના અલગ અલગ ભાવો નક્કી કયર્િ હતાં જેનું અમે ભાઇઓ હોય જેથી કોઇ લેખીત કરાર કરેલ ન હતો અને મૌખીત સમજુતીથી નક્કી કરેલ હતું.
ત્યાર બાદ બે-ત્રણ દિવસ પછી મારા ભાઇ મહેશભાઇ ડ્રાયવર સાથે આવેલ હતાં અને મારા ઉપરોકત પાંચેય ટ્રકો તેમની સાથે મુંબઇ થી જામનગર મુકામે લઇ ગયા હતાં, જયાં ત્રણ-ચાર મહિના ટ્રકો ચાલેલ હતાં જેનો હિસાબ આપતા ત્યારબાદ અમને કોઇ હિસાબ આપેલ ન હતો, જેથી મે મારા ભાઇએ પોટરી ગલી ઘનશ્યામ વાડી પાસે, જામ રણજીત ટ્રાન્સપોર્ટ નામની ઓફીસ આવેલ હોય, જયાં જઇને હિસાબ માંગતા હિસાબ આપેલ ન હતો, જેથી મે ટ્રકો પરત માંગતા ટ્રકો ભાડામાં ગયેલ છે, આવશે એટલે પરત આપી દેશું, હાલમાં મારી પાસે પૈસા નથી તેમ બહાના બતાવતા હતાં.
જેથી અમને સમજાયેલ કે મારા ભાઇ મને ટ્રક પરત આપવા માંગતા નથી અને મને ટ્રકો પણ કયાંય જોવામાં આવતા ન હતાં, જેથી મનો શંકા ગયેલ કે ભાઇએ મારી ગાડી મારા જાણ બહાર કોઇને વેંચી નાખેલ છે, આથી આરટીઓ કચેરી જામનગરમાં તપાસ કરતા જાણવા મળેલ કે ટ્રક નં. જીજે10યુ 5848 નો ટ્રક મારા નામનો હોય જે હાલમાં વિપુલકુમાર દિનેશભાઇ સોલંકી રહે ચિરોડા, તા. જામજોધપુરવાળાના નામે તા.24-10-2010ના રોજ ટ્રાન્સફર કરેલ છે. તથા ટ્રક નં. જીજે10યુ 5094નો ટ્રક મારા પત્નિ જયશ્રીબેનના નામનો હોય જે હાલમાં ભરતભાઇ વશરામભાઇ ડાંગર રહે. 100, ગંગેશ્ર્વર મહાદેવ મચ્છરનગર જામનગરવાળાના નામે તા.14-5-2019ના રોજ ટ્રાન્સફર થયેલ છે.
ટ્રક નં. જીજે10યુ 6363 મારા પત્નિ જયશ્રીબેનના નામનો હોય જે હાલમાં સત્તારભાઇ કાસમભાઇ ખોડ રહે. ધરારનગર, રામ મંદિરની બાજુમાં, બેડેશ્ર્વર જામનગરવાળાના નામે તા.10-12-2019ના રોજ ટ્રાન્સફર થયેલ છે, તથા ટ્રક નં. જીજે10 ટીટી 6072નો ટ્રક મારા નામનો હોય જે હાલમાં કોહીનુર એન્ટરપ્રાઇઝ, હનુમાન મંદિર રોડ, સુરજકરાડી, તા.દ્વારકાવાળાના નામે તા.10-1-2019ના રોજ ટ્રાન્સફર થયેલ છે તથા ટ્રક નં. જીજે10વી 5301નો ટ્રક મારા દિકરા કીંજલના નામનો હોય જે હાલમાં ભરતભાઇ કારાભાઇ પારધી રહે જુના નાગના, તા.જામનગરવાળાના નામે તા.7-6-2019ના રોજ ટ્રાન્સફર થયેલ છે.
આમ આ મારા ભાઇ મહેશભાઇ કલ્યાણજીભાઇ વસંત તથા તેના પુત્ર હેમલભાઇ મહેશભાઇ વસંત રહે. બન્ને જામનગરવાળાએ પૂર્વ આયોજીત કાવત કરી અમારા ટ્રકો બારોબાર વેંચાણ કરીનાખવાના ઇરાદે અમારી પાસેથી અમારા ટ્રકો સીક્કાની સીમેન્ટની ફેકટરીમાં ચલાવવાનું કહેતા અમે ભાઇ તથા ભત્રીજા થતા હોય તેથી તેમના વિશ્ર્વાસે અને ભરોસે આ ટ્રકો તેમને ચલાવવા આપતા ટ્રકો પોતાના કબ્જામાં લઇ કોઇ કંપનીમાં ટ્રક ભાડેથી નહિં ચલાવી કોઇપણ રીતે આ ટ્રકો મારા તથા મારા પત્નિ તથા મારા દિકરાના નામના હોય જે અમારી જાણ બહાર ટીટીઓ ફોમમાં અમારા નામની ખોટી સહીઓ કરી તેને આરટીઓ કચેરીમાં રજુ કરી બારોબાર ટ્રકોના વેચાણ કરી અમારી સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોય તેમની સામે આઇપીસી 120-બી, 406, 420, 465, 468, 471 મુજબ ધોરણસર કાર્યવાહી થવા મારી ફરીયાદ છે.
ઉપરોકત ફરીયાદ સામે મહેશભાઇ વસંત અને હેમલભાઇ વસંત ક્વોશીંગ પીટીશન દાખલ કરીને ફરીયાદ રદ કરવાની દાદ માગવામાં આવી હતી, એમના એડવોકેટ પ્રેમલ એસ. રાચ્છ અને અશોક એચ. જોશી દ્વારા વડી અદાલત સમક્ષ એવી દલીલ કરાઇ હતી કે ફરીયાદ સંપૂર્ણ રીતે કાયદાના દુરઉપયોગ સમાન છે, વર્ષો પહેલા જે ધંધાકીય વાંધા પડ્યા તેની વર્ષો બાદ ફરીયાદ થઇ.
એવી પણ દલીલ કરાઇ હતી કે જેતે વખતે શરદભાઇ વસંતની ફરીયાદ પોલીસમાં પણ દાખલ થઇ ન હતી, જેની સામે એમણે જામનગરની કોર્ટમાં 156 (3) મુજબની અરજી કરી હતી અને ફરીયાદ માટે દાદ માગી હતી.
આ અરજી જામનગરના ચોથા ચીફ જ્યુડી મેજી. દ્વારા રદ કરવામાં આવી હતી અને પોલીસ વેરીફીકેશન માટે મોકલવામાં આવી હતી તેમાં પણ પોલીસની તપાસ મુજબ ગુનો બનતો ન હતો, જેથી કોર્ટે જેતે સમયે ઇન્ક્વાયરી પોતાની પાસે રાખી હતી, ફરીયાદીનું વેરીફીકેશન લીધું હતું.
તે સમયે 156(3) રદ થતા શરદભાઇ વસંત દ્વારા જામનગરની સેશન્સ કોર્ટમાં 156 (3) મુજબ પોલીસ ફરીયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી અને સેશન્સ કોર્ટે શરદભાઇ વસંતની આ અરજીને ડીસમીસ કરી નાખી હતી.
હાઇકોર્ટ સમક્ષ આ તમામ બાબતોની દલીલો રજી કરતાની સાથે એવી મહત્વની વાત અરજદારના વકીલો દ્વારા કરવામાં આવી હતી કે ઉપરોકત તમામ હકીકતો છુપાવીને તા.31-12-2021ના રોજ શરદભાઇ વસંત દ્વારા પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી.
ફરીયાદ સામે મહેશભાઇ વસંત અને હેમલભાઇ વસંત દ્વારા હાઇકોર્ટમાં ક્વોશીંગ પીટીશન દાખલ કરીને ફરીયાદ રદ કરવાની દાદ માગવામાં આવી હતી અને હાઇકોર્ટે આ પીટીશન દાખલ કરીને મહેશભાઇ તથા હેમલભાઇની ધરપકડ નહિં કરવાનો વચગાળાનો હુકમ પણ કર્યો હતો.
આ સમગ્ર કેસમાં બે વખત ટ્રાયલ થયા બાદ તા. 12-4-2024ના રોજ હાઇકોર્ટના જસ્ટીસ એચ.ડી. સુથાર દ્વારા ચુકાદો આપીને ફરીયાદ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી ફરીયાદ રદ કરવાનો હુકમ કર્યો છે અને કહ્યું છે કે હાલના કામમાં કોગ્નીઝેબલ ઓફેન્સ બનતો ન હોવાથી ફરીયાદ અને તમામ પ્રોસીડીંગ રદ કરવામાં આવે છે.
હાઇકોર્ટે પોતાના ચુકાદામાં એવી પણ મહત્વની ટકોર કરી હતી કે કેસની તમામ હકીકતો ઘ્યાને લેતા એવું સ્પષ્ટ થાય છે કે જો આવી ફરીયાદ ચાલુ રાખવામાં આવે તો પ્રોસેસ ઓફ લો નો દુરઉપયોગ ગણાય, મતલબ કે કાનુની પ્રક્રિયાનો દુરઉપયોગ થયો ગણાય.
આમ વસંત પરિવારના કાનુની જંગમાં આખરે મહેશભાઇ વસંત અને હેમલભાઇ વસંતનો હાથ ઉપર રહ્યો છે, આ કેસમાં અરજદાર તરફે જામનગરના એડવોકેટ અશોક એચ. જોશી અને અમદાવાદના એડવોકેટ પ્રેમલ એસ. રાચ્છ રોકાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech