જાહેરમાં કાચના પાવડરથી દોરી રંગનાર, વેચનાર સામે પોલીસને કાર્યવાહી કરવા હાઈકોર્ટનો નિર્દેશ

  • January 10, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરાયણના તહેવારને આડે માત્ર ત્રણ દિવસ આડા છે. જો કે, ગુજરાતમાં દિવાળી પછી પતંગ રસિયાઓ પતંગ ઉડાવવાનું શરૂ કરી દે છે. જો કે, ચાઈનીઝ દોરી અને કાચના પાવડરથી રંગાયેલી દોરીથી પક્ષીઓ અને લોકો ઘાયલ થાય છે. તેમજ ઘણા કેસમાં મોત પણ થાય છે. ત્યારે વર્ષ 2016માં ગુજરાત હાઇકોર્ટમાં ચાઇનીઝ નાયલોન ગ્લાસ કોટેડ દોરી, ગ્લાસ કોટેડ કોટન દોરી અને આગ માટે જવાબદાર ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધની માગ સાથે જાહેરહિતની અરજી દાખલ કરાઈ હતી.

જેને લઈને હાઇકોર્ટે સ્પષ્ટતા કરી છે કે, ફક્ત ચાઇનીઝ દોરી કે નાયલોન દોરી જ નહીં, પરંતુ કાચના પાવડરમાં રંગાયેલી કોટન દોરી પર પણ પ્રતિબંધ છે. કોટન દોરી જે કાચના પાવડરમાં રંગાયેલી હોય તેના ઉત્પાદન, વેચાણ, વપરાશ, ખરીદવા ઉપર પ્રતિબંધ છે અને આ મામલે પોલીસ પગલાં લઈ શકે છે. ચાઈનીઝ તુક્કલ ઉપર પણ પ્રતિબંધ જ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application