હકાલપટ્ટીની વાત છુપાવી કથીરિયાએ પોતાના સન્માન સમારોહ ચાલુ રખાવતા ભારે ટીકા

  • September 02, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એઈમ્સના પ્રમુખ તરીકે રાજકોટના પૂર્વ સાંસદ ડોકટર વલ્લભ કથીરિયાની થોડા દિવસો પહેલા જ એક આશ્ચર્યજનક નિર્ણય તરીકે જાહેરાત કરવામાં આવી હતી અને જાહેરાત કરાયાના માત્ર ચાર દિવસમાં જ તેની આ પદ પરથી હકાલ પટ્ટી કરીને આંચકાપ નિર્ણય લેવામાં આવ્યો છે. ડોકટરનું કોણે ઓપરેશન કરી નાખ્યું ? આ ઓપરેશન કરવામાં કયો મહત્વનો મુદ્દો કામ કરી ગયો? એ બાબતે ચર્ચા માત્ર ભાજપના સ્થાનિક રાજકારણમાં જ નહીં પરંતુ આરોગ્ય સહિતના ક્ષેત્રમાં જોરશોર થી થઈ રહી છે.


એઈમ્સની કામગીરી કયાં સુધી પહોંચી? અને હવે કેટલું કામ બાકી છે? તેની સમીક્ષા કરવા માટે ગાંધીનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ ૪ ના સોમવારે ખાસ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેના બે દિવસ અગાઉ એઇમ્સના પ્રમુખની હકાલપટ્ટી રાજકારણમાં ઘણી સૂચક માનવામાં આવે છે.ડો.કથિરિયાની નિમણૂક અને હકાલપટ્ટીનો ઘટનાક્રમ તારીખ પ્રમાણે જોઈએ તો તારીખ ૧૬ ઓગસ્ટના રોજના પ્રમુખ તરીકે તેના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તારીખ ૨૦ ના એનું રાજીનામું લઈ લેવાયું છે. તારીખ ૨૫ ના એ મંજૂર કરાયું છે અને તારીખ ૨૮ ના રોજ આ રાજીનામું મંજૂર કરવામાં આવેલ હોવાનું ઓફિસિયલ પત્રથી જણાવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ પત્રમાં બીજી નોંધપાત્ર બાબત એ છે કે રાજીનામાના સ્વીકારની તમામ વિગતો ટાઈપ કરવામાં આવી છે. યારે તારીખ હસ્તાક્ષરથી લખવામાં આવી છે.


નિમણુકની વાત ઢોલ પીટીને કરવામાં આવી હતી પરંતુ હકાલ પટ્ટીની વાત અત્યતં ગુ રાખવામાં આવી હતી. નિમણૂકના ચાર દિવસ પછી હકલપટ્ટી થઈ હોવા છતાં ગઇકાલ સુધી સન્માન સમારોહના આયોજનને બ્રેક મારવામાં આવી ન હતી અને આજે પણ રકતદાનનું નામે સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.પોતાની હકાલપટ્ટી થઇ છે તે વાત છુપાવીને છેલ્લા એકાદ સાહથી સન્માન સમારોહમાં સતત ઉપસ્થિત રહેનાર ડો.વલ્લભભાઇ કથિરીયા ગઇકાલે શીશુ મંદિર આયોજિત સન્માન સમારોહના કાર્યક્રમમાં ઉપસ્થિત હતાં ત્યારે સોશિયલ મીડિયામાં તેની હકાલપટ્ટીની વાત વાયરલ થતાં તેમણે જાહેરમાં તેનો સ્વીકાર કરવો પડયો હતો. જો ગઇકાલે આ વાત વાયરલ ન થઇ હોત તો આજે પણ સર્વેાદય એજયુકેશન નેટવર્ક દ્રારા તેમના સન્માનનો અને મહારકતદાન કેમ્પનો કાર્યક્રમ યોજયો હતો. સ્કુલના સંચાલકોએ આ સંદર્ભે ગઇકાલે વિતરિત કરેલ આમંત્રણ કાર્ડમાં આજે રાતો રાત ફેરફાર કરી તેમાં ડો.વલ્લભભાઇ કથિરીયાનું નામ કાઢી નાખ્યું છે અને બાકીનો કાર્યક્રમ યથાવત રાખ્યો છે. શા માટે તમારી પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું ? તે બાબતે પૂછતા ડોકટર કથીરિયા એવો જવાબ આપે છે કે મને આરોગ્ય મંત્રાલયમાંથી રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું અને તે મુજબ મેં રાજીનામું આપ્યું છે. કારણ શું છે તેની મને પણ ખબર નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application