અંતે આવકવેરા વિભાગનું ઓપરેશન સુપરહિટ સાબિત થયું છે. છેલ્લા ચાર દિવસથી રાત–દિવસની મહેનત રંગ લાવી છે અને ખુણે–ખાચરે છૂપાવાયેલો કરોડોનો દલ્લો, ડેટા અને વ્યવહારોનો થેલો આવકવેરાએ જ કરી લીધો છે. આજે આઈટીની ઈન્વેસ્ટીગેશન વીંગના અધિકારીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. ચાર દિવસથી ચોવીસ કલાક સર્ચ દરમિયાન કરચોરીના વ્યવહારો સામે આવ્યા ન હતા. પરંતુ, ગઈકાલે લાડાણી ગ્રુપ દ્રારા કરોડોની રોકડનો છૂપાવાયેલો થેલો જેની ટીમ દ્રારા શોધખોળ ચાલી રહી હતી તે અંતે પ્રગટ થતાં હવે આ થેલો આવકવેરા માટે પણ ખજાનો બની રહેશે. અંગત સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર આ થેલામાં વ્યાપક માત્રામાં રોકડ ઉપરાંત લાંબુ લચક લીસ્ટ કે જે લોકોએ ઓરબીટ અને લાડાણી ગ્રુપ સાથેના અનેકવિધ પ્રોજેકટોમાં કાળા નાણાનો વ્યવહાર કર્યેા છે તેમના નામ નજરે પડા છે અને હવે તેઓ આઈટીની બાજ નજરમાંથી છટકી શકશે નહીં.
વર્ષ ૨૦૧૮માં ડેકોરા ગ્રુપના કનેકશનમાં લાડાણી ગ્રુપને ત્યાં પણ દરોડા પડા હતા. પરંતુ, અપેક્ષિત કરચોરીમાંથી લાડાણી ગ્રુપએ છટકબારી શોધી લીધી હતી. આથી આવકવેરા વિભાગે આ વખતે પૂરતું હોમવર્ક કરી સર્ચ માટે મેદાનમાં ઉતયુ હતું. આ બિલ્ડરોના અંગત વ્યવહારોને ગુ માહિતી રાખનારા લોકોને જ સૌપ્રથમ ટીમે દબોચી લીધા હતા. પરંતુ, આ વિશ્ર્વાસુ લોકો મોઢુ ખોલવા તૈયાર નહોતા. તેમ છતાં ઈન્વેસ્ટીગેશનની ટીમે હિંમત હાર્યા વિના મહેનત સાથે તપાસ જારી રાખી હતી. એક પછી એક ડેટા બહાર આવતાં કરચોરી કર્યાની કબુલાત આ થવા માંડી હતી. આ દરમિયાન આવકવેરાની નજરે એક રોકડ રકમ અને અબજો રૂપિયાની કરચોરી પકડાય તેવું લિસ્ટ અને ડેટા સાથેનો થેલો ગાયબ થઈ ગયો હતો. જેના માટે ઈન્વેસ્ટીગેશન વીંગે સ્ટીંગ ઓપરેશન હાથ ધરી આ થેલા સુધી પહોંચ્યું હતું અને તેમાંથી જે ડેટા બહાર આવ્યો છે જેને જોઈને આઈટી વિભાગ પણ ચોંકી ઉઠું છે.
આ દરોડા દરમિયાન ૩૦૦ કરોડની આસપાસના બિનહિસાબી વ્યવહારો ખુલ્લ ેઆમ સામે આવ્યા છે. યારે હવે અન્ય ડેટા, દસ્તાવેજો અને ડાયરીઓ ખુલશે ત્યારબાદ બાકીની કરચોરીના હિસાબોનો પર્દાફાશ થશે. સુત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, હજુ બેથી ચાર દિવસ તપાસનો દોર લંબાવાશે. આ ગ્રુપ સાથે નાનામાં નાનો વ્યવહાર કરનાર લોકો પણ છટકી શકશે નહીં. હાલમાં લાડાણી અને ઓરબીટ ગ્રુપ સાથે અનેક લોકોના કનેકશન બહાર આવ્યા છે તે તમામ જગ્યાએ સર્ચ સાથે સર્વે પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લાડાણી ગ્રુપના મોટાભાગના પ્રોજેકટો ખાસ કરીને લકઝુરીયસ પ્રોજેકટોમાં રાજકોટના અનેક નામી મોટા માથાઓ જોડાયેલા છે તે તમામને ત્યાં તપાસનો રેલો પહોંચશે. ઈન્વેસ્ટીગેશન વીંગની મોડસ ઓપરેન્ડી શરૂઆતમાં ધીમી ચાલી રહી હતી. પરંતુ, જેમ જેમ ઓપરેશન આગળ વધ્યું તેમ સફળ બની રહી હોવાનું આઈટીના વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.
ઈન્વેસ્ટીગેશન વીંગની મહેનત રંગ લાવી
રાજકોટ આવકવેરામાં સ્થિત ઈન્વેસ્ટીગેશન વીંગની ટીમ દ્રારા છેલ્લા મહિનાથી ચાલી રહેલી તૈયારી અને ત્યારબાદ ચાર દિવસ પૂર્વે હાથ ધરેલું મેગા સર્ચ ઓપરેશન અંતે રંગ લાવ્યું છે. જેમાં ઈન્વેસ્ટીગેશન વીંગના એક–એક અધિકારીઓએ મોટા પ્રમાણમાં કરચોરીને ઝડપી લેવા કમર કસી હતી આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ ઈન્વેસ્ટીગેશન વીંગના વડાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ દરોડાની કામગીરી હાથ ધરી હતી.
આઈટી પાસે બીજું લિસ્ટ પણ તૈયાર
રહસ્યમય સંજોગોમાં ગાયબ થયેલો થેલો મળી આવ્યા બાદ તેમજ લેપટોપ પણ હાથમાં આવી જતાં આ બન્ને ગ્રુપ સાથે રોકડના બિનહિસાબી વ્યવહારો થયા છે તેની માહિતી આવકવેરા વિભાગને મળી છે. આ લિસ્ટ બહાર આવ્યું છે તેમાંથી અનેક લોકો પર આવકવેરાનો ગાળિયો કસાશે તેવી શકયતા સેવાઈ રહી છે. જેમાં રાજકોટ જ નહીં પણ સૌરાષ્ટ્ર્રના મોટાગજાના બિલ્ડરો અને ફાયનાન્સરોના નામ આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહાવિકાસ અઘાડીમાં તિરાડ! ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતૃત્વમાં BMC ચૂંટણી એકલા હાથે લડશે
January 11, 2025 03:37 PMમાતા-પિતા માટે ચેતવતો કિસ્સોઃ ભુજમાં 17 વર્ષના સગીરે ગેમ હારી જતા ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
January 11, 2025 03:22 PMલોસ એન્જલસના જંગલમાં લાગેલી આગ માટે ડેલ્ટા સ્મેલટ ફીશ જવાબદાર : મસ્ક-ટ્રમ્પ
January 11, 2025 02:58 PMપતંગો ઉડાડતા વીજ લાઈનથી સજાગ રહેવા જનતાને પીજીવીસીએલની અપીલ
January 11, 2025 02:51 PMપ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોલિવૂડ મ્યુઝિકલ નાઇટ નહીં, કિર્તીદાનનો લોકડાયરો યોજશે મનપા
January 11, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech