હિઝબુલ્લાએ ઈઝરાયેલના ૧૫ આર્મી બેઝ પર ૧૫૦ રોકેટ, ૩૦ ડ્રોન તાકયા

  • June 14, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે વધુ વિનાશક સ્વપ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ પણ હવે સામસામે આવી ગયા છે. બંને વચ્ચે મોટા યુદ્ધનો ભય છે. તેવી જ રીતે, હિઝબુલ્લાએ કહ્યું છે કે તેણે ઇઝરાયેલના અનેક સૈન્ય મથકોને નિશાન બનાવીને મોટો ડ્રોન અને રોકેટ હત્પમલો કર્યેા છે. હિઝબુલ્લાના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પછી આ તેનો સૌથી મોટો હત્પમલો હતો. હિઝબુલ્લાહ ઈરાન સાથે જોડાયેલું લશ્કરી જૂથ છે. આ હત્પમલો ગુવારે થયો હતો. આ પહેલા પણ હિઝબુલ્લાએ ૨૦૦ રોકેટથી હત્પમલો કર્યેા હતો.હિઝબુલ્લાહે કહ્યું કે ઉત્તર ઇઝરાયેલમાં હત્પમલો ઇઝરાયેલના હવાઈ હત્પમલાના જવાબમાં હતો જેમાં તેના વરિ કમાન્ડર તાલેબ અબ્દુલ્લાનું મોત થયું હતું. હિઝબુલ્લાએ બદલો લેવા માટે હત્પમલો કર્યેા છે. અલ જઝીરાના અહેવાલ અનુસાર, હિઝબુલ્લાએ ગોલાન હાઇટસ સહિત ૧૫ ઇઝરાયેલની જગ્યાઓને નિશાન બનાવવા માટે ૧૫૦ રોકેટ અને ૩૦ વિસ્ફોટક ડ્રોનનો ઉપયોગ કર્યેા હતો. ઇઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર, હત્પમલામાં ઓછામાં ઓછા બે લોકો ઘાયલ થયા છે અને આગચંપીની ૧૫ ઘટનાઓ બની છે.


ઇઝરાયેલે પ્રક્ષેપણ અટકાવી દીધું
ઇઝરાયલી સૈન્યએ ટિટર પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કેટલાંક પ્રક્ષેપણ રદ કરવામાં આવ્યા હતા અને કેટલાકમાં આગ લાગી હતી. હિઝબુલ્લાહ દ્રારા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઓપરેશન ગાઝામાં સંકલ્પબદ્ધ પેલેસ્ટિનિયન લોકોને સમર્થન આપવા અને તેમના હિંમતવાન અને સન્માનજનક પ્રતિકારના સંદર્ભમાં અને લેબનોનમાં ઝિઓનિસ્ટ દુશ્મન દ્રારા કરવામાં આવેલી હત્યાઓના જવાબમાં છે. હિઝબુલ્લાએ જણાવ્યું હતું કે હત્પમલામાં નિશાન બનાવવામાં આવેલ ઇઝરાયેલી એકમમાંથી એક હત્યાની યોજના માટે જવાબદાર હતું.

હિઝબુલ્લાહે ૨૦૦ રોકેટ છોડા હતા
આ પહેલા બુધવારે હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર ૨૦૦ થી વધુ રોકેટ છોડા હતા. મંગળવારે મોડી રાત્રે લેબનીઝ કમાન્ડરની હત્યા કરવામાં આવી ત્યારથી, ઇઝરાયેલમાં સતત સાયરન વાગી રહ્યા હોવાના અહેવાલો છે. તેનાથી સ્પષ્ટ્ર થાય છે કે કમાન્ડરના મોત બાદ જ હિઝબુલ્લાએ કાર્યવાહી શ કરી હતી. જવાબમાં, ઇઝરાયેલે દક્ષિણ લેબનોનના વિસ્તારોમાં બોમ્બમારો કરીને અને હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવીને જવાબ આપ્યો




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application