જેતપુર શહેરમાં વિસેક દિવસ પૂર્વે હિન્દુ સિંધી સમાજની યુવતીને વિધર્મી યુવાન લલચાવી ફોસલાવીને લઈ ગયો હોવાની નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ પણ યુવતીનો કોઈ પતો ન લાગતા આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા લવ જેહાદના આક્ષેપ કરતું આવેદનપત્ર મામલતદારને આપ્યું હતું.
શહેરના જૂનાગઢ રોડ પર આવેલ યલો સ્કૂલમાં બાળકોને ભણાવતી રીંકલ મહેશભાઈ નથવાણી નામની યુવતીને તે જ સ્કૂલમાં બાળકોનું લાવવા લઈ જવા માટે વાહન ચલાવતો લાખા લતીફ ઈકબાલભાઈ નામનો વિધર્મી શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. આ અંગેની ફરીયાદ યુવતીના પિતાએ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી પરંતુ હજુ સુધી યુવતીનો કોઈ પતો લાગ્યો ન હતો.
જેથી આજે સિંધી લાડી લોહાણા સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા મામલતદાર અને ડીવાયએસપીને એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવેલ કે, યુવતીના પરીવારજનોએ વીસેક દિવસથી પોલીસ ફરીયાદ નોંધાવી હોવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી અને યારે પોલીસ સ્ટેશને જાય ત્યારે તપાસ ચાલુ છે તેવા ઉડાઉ જવાબ જ આપે છે. યુવતી સાથે કોઈ અઘટિત બનાવ ઘટયાની પરીવારજનો આશંકા વ્યકત કરે છે. જેથી લવજેહાદનો ભોગ બનેલ યુવતી અંગેની તાત્કાલીક તપાસ કરી યુવતીને શોધી તેણીના પરીવારજનોને સોંપવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો પરીવારજનોને તાત્કાલીક ન્યાય નહિ મળે તો ગાંધી ચીંધ્યા માર્ગ આંદોલન ચલાવવાની ચીમકી આપી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech