અહીં કૂતરા અને બિલાડીની જેમ મગરો લોકોની વચ્ચે ફરે છે, નીકળે છે સાચા પ્રેમની શોધમાં

  • May 13, 2023 05:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં આ દિવસોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભારે ગરમી વચ્ચે લોકો આરામના સાધન શોધી રહ્યા છે. અમેરિકાના ફ્લોરિડામાં આ દિવસોમાં કમોસમી ગરમી જોવા મળી રહી છે. આ ગરમીના કારણે અહીંના રસ્તાઓ પર અનેક મગર જોવા મળી રહ્યા છે. લગભગ 1.3 મિલિયન મગર માત્ર ફ્લોરિડામાં જ રહે છે. આવી સ્થિતિમાં, જ્યારથી અહીં ગરમી વધી છે, ત્યારથી આ મગરો લોકોની વસાહતમાં પાણીમાંથી બહાર આવી રહ્યા છે. તેની પાછળ એક ખાસ કારણ છે.આ મગરો જીવનસાથીની શોધમાં છે. આ કારણે, તેઓ પ્રવાસન સ્થળો પર દેખાય છે. 



સનશાઈન સ્ટેટ મગરોની વસ્તી માટે જાણીતું છે. પરંતુ ફ્લોરિડા ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન કમિશન અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને મનુષ્યોના વિસ્તારમાં તેમની ઘૂસણખોરી વધી છે.ફિલ્ડ એન્ડ સ્ટ્રીમ અનુસાર, આ વર્ષે મગરોની સંખ્યા થોડી વધુ જોવા મળી રહી છે. જેમ-જેમ આ વિસ્તારમાં ગરમી વધી રહી છે, તેમ-તેમ આ મગરો ખૂબ સક્રિય થવા લાગે છે. ફિલ્ડ એન્ડ સ્ટ્રીમે લોકોને અપીલ કરી છે કે તેઓ મગર જોતાની સાથે જ રાજ્યવ્યાપી ન્યુસન્સ એલીગેટર પ્રોગ્રામને બોલાવે.




પ્રાપ્ત માહિતી મુજબ આ વિસ્તારમાં એપ્રિલથી જૂન સુધી ઘણી વખત મગર જોવા મળે છે. આ તેમની સમાગમની મોસમ પણ છે. ઘણા લોકોએ સૂચન કર્યું કે મગરોને અહીંથી ખસેડવા જોઈએ. પરંતુ નિષ્ણાંતોના મતે આમ કરવાથી તેમની સંખ્યામાં વધુ વધારો થશે. તેઓ ઉનાળામાં ભાગીદારો શોધે છે. આવી સ્થિતિમાં, જો તેમને અહીંથી દૂર કરવામાં આવે છે, તો તેઓ જીવનસાથીની શોધમાં ફરીથી અહીં પાછા આવશે. પહેલા કરતાં વધુ સંખ્યામાં હોઈ શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application