લાલપુરના ગરીબ પરિવારને સ્વખર્ચે પાકું મકાન બનાવી આપતાં હેમંત ખવા

  • February 13, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરના ધારાસભ્યની પ્રેરણાદાયક સેવા...


સમાજ સેવામાં અગ્રેસર અને નિરાધારો પ્રત્યે અનુકંપા તથા વાત્સવ્ય ભાવ ધરાવતા ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ લાલપુરના એક નિરાધાર-નીસહાય પરિવારને સ્વખર્ચે આશરો અપાવી માનવતા મહેકાવી છે.


સાચા નેતા અને લોક પ્રતિનિધિ કોને કહેવાય...? જે પોતાની આસપાસ રહેતા જરૂરિયાતમંદ લોકોની સેવા માટે હંમેશા તત્પર રહે અને સમાજ તેમજ લોક સેવામાં અગ્રેસર રહે. આ વાતને જામજોધપુર અને લાલપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ સાર્થક કરી છે. અતિવૃષ્ટિ દરમ્યાન લાલપુર શહેરમાં ઢાંઢર નદીના પાણી નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં ઘુસી ગયા હતા, ત્યારે એ વિસ્તારની મુલાકાત દરમ્યાન ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જાણ્યું કે પોતાના મતવિસ્તારમાં દેવીપુજક પરિવારની નાની દીકરીઓ છેલ્લા ઘણા સમયથી ઘર વિહોણી છે અને એમના કાચા મકાનમાં પાણી ભરાયા છે, જેના પરિવારમાં માતા-પિતાની છત્રછાયા નથી અને રહેવા માટે સલામત મકાન પણ નથી. બસ તુરંત જ તેઓએ વિચારી લીધું કે આ દીકરીઓ માટે તેઓ સ્વખર્ચે મદદ કરશે અને આ વચન પોતે પાળ્યું પણ છે.


જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી સર્જાયેલ વિકટ પરિસ્થિતિનો તાગ મેળવવા હેમંતભાઈ ખવા પોતાના મત વિસ્તારની મુલાકાતે ગયા હતા. જ્યાં લાલપુરમાં ગ્રામજનોની સાથે વાતચીત દરમિયાન તેઓએ પોતાના મતવિસ્તારમાં રહેલી દીકરીઓની કફોડી પરિસ્થિતિ અંગે જાણ થઈ હતી. આથી તેઓએ દીકરીઓને સાંતવના પાઠવી આશરો બનાવી આપવાનું વચન આપ્યું હતું. ઉપર આભ અને નીચે ધરતીના સહારે જીવન જીવતા 4 દીકરીઓ અને 1 નાના દીકરા સાથે ના આ પરિવાર પાસે કોઈ સરકારી ડોક્યુમેન્ટ ન હોવાથી સરકારની સહાય મેળવવી અશક્ય હતી.


માતા-પિતા વિહોણાં આ પરિવારના નામે કોઈ પ્લોટ કે મિલકત ન હોવાથી તેમણે સરકારી યોજનાનો લાભ લઇ મકાન બનાવી આપવું મુશ્કેલ હતું. જેથી હેમંતભાઈએ સરકારની રાહ જોયા વગર પોતાની મૂડીમાંથી રૂપિયા વાપરી મકાન બનાવી આપ્યું છે, સરકારી ગ્રાન્ટ કે કોઈ પ્રકારના અન્ય આર્થિક ટેકા વગર હેમંતભાઈ ખવાએ સ્વખર્ચે આ દીકરીઓને પાકુ મકાન બનાવી આપ્યું છે.

માત્ર નિઃસહાય-નિરાધાર થયેલા પરિવારને પોતાના ખર્ચે ઘર બનાવી દીધું એટલું જ નહિ પરંતુ પરિવારને જરૂરી વાસણ અને નાની મોટી ઘર વખરી તથા રાશનકીટ અર્પણ કરી માનવતાનું  ઉદાહરણ પૂરું પાડ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application