ઘોઘા પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે ખાબક્યો કમોસમી વરસાદ

  • March 01, 2024 05:04 PM 

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં મોડીરાત્રી બાદ પલટો આવ્યો હતો. ખાસ કરીને જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.જ્યારે શહેરમાં પણ મધ્યરાત્રીએ વીજ ચમકારા સાથે વાદળોના ગડગડાટથી લોકો થથર્યા હતા.

ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી, પડવા અને મલેકવદર સહિત આજુબાજુના ગામોમાં મધ્યરાત્રીએ વા-ઝડી સાથે કમોસમી વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. મધ્યરાત્રીના વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. જેમાં વા-ઝડી અને વીજ ચમકારા સાથે પડેલા નેવાધાર કમોસમી વરસાદથી ઘોઘા પપંથકના ખેડૂતોની પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. સાથે કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા પાકને વ્યાપક નુકશાની થવાની ભીતિ ખેડૂતોમાં પેઠી છે. આ ઉપરાંત શહેરમાં પણ મધ્યરાત્રીએ વીજ ચમકારા અને વાદળોના ગડગડાટથી નિંદ્રામાંથી સફાળા જાગેલા લોકો રીતસર થથર્યા હતા.


હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહી મુજબ ગત મધ્યરાત્રીએ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. ખાસ કરીને જિલ્લાના દરિયાકાંઠાના ઘોઘા પંથકના કેટલાક ગામોમાં વા-ઝડી સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.જેમાં ઘોઘા પંથકના બાડી, પડવા તેમજ મલેકવદર સહિતના આજુબાજુના ગામોમાં ખાબકેલા કમોસમી વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા તો ખેતરોમાં પાણી ભરાતા ઘોઘા પંથકનાખેડૂતોની પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે.

વા-ઝડી સાથેના વરસાદે અષાઢમાસ નો અનુભવ કરાવ્યો હતો. મધ્યરાત્રીએ પડેલા વરસાદના કારણે પાકને ભારે નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ પેઠી છે.હાલ એક તરફ ખેત પેદાશોના ભાવ તળિયે પહોંચ્યા છે.ગયા છે અને બીજી તરફ માવઠાનો માર પડ્યો હોય ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. તો શહેરમાં પણ મધ્યરાત્રીએ વીજચમકારા અને વાદળોના ગડગડાટથી નિંદ્રામાંથી સફાળા જાગેલા લોકો રીતસર થથર્યા હતા. હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં હજુ ત્રણેક દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application