આફ્રિકન દેશ કોંગોમાં ભારે વરસાદથી વ્યાપક તારાજી: 14 લોકોના મોત

  • December 12, 2023 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આફ્રિકા ખંડનો બીજો સૌથી મોટો દેશ કોંગો પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં છે. આ દિવસોમાં બુકાવુ શહેરમાં પૂર અને ભૂસ્ખલન તબાહી મચાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કોંગોના બુકાવુ શહેરમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને મકાનો ધરાશાયી થવાને કારણે 14 લોકોના મોત થયા છે.


કોમ્યુનના મેયર જીન બાલેક મુગાબોએ ટેલિફોન દ્વારા રોઇટર્સને જણાવેલી માહિતિ મુજબ કોંગોમાં વરસેલા વરસાદ અને બાદમાં લેન્ડસ્લાઈડને કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થઈ ચુક્યા છે સાથે જ લોકોના ઘરોને પણ મોટા પાયા પર નુક્શાન પોહચ્યું છે. મરનારા લોકો ઇબાંડાના બુકાવુ કોમ્યુનમાં માયર્િ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.
અગાઉ સપ્ટેમ્બરમાં, મુશળધાર વરસાદને કારણે ઉત્તર-પશ્ચિમ કોંગોમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં ઓછામાં ઓછા 17 લોકો માયર્િ ગયા હતા. સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન ફોર્સિસ વાઈવ્ઝના પ્રમુખ મેથ્યુ મોલના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ઉત્તર પશ્ચિમ મોંગલા પ્રાંતના લિસ્લે શહેરમાં કોંગો નદીના કિનારે થઈ હતી.

પૂર અને ભૂસ્ખલનના કારણે 170 લોકોના મોત થયા
મે મહિનામાં, કોંગોના દક્ષિણ કિવુ પ્રાંતમાં કાલેહે વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ હતી. આ દરમિયાન હજારો ઘરો, શાળાઓ અને હોસ્પિટલો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ સાથે સેંકડો લોકોના મોત પણ થયા હતા. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં 170થી વધુ લોકોના મોત થયા છે. સતત બે દિવસથી ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે બુશુશુ અને ન્યામુકુબી ગામમાં પાણી ભરાઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application