પીએમનરેન્દ્ર મોદી આજથી યુએઇની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. યુએઇમાં હાજર ભારતીયો તેમની મુલાકાતને લઈને ઉત્સાહિત છે. પરંતુ તેમની મુલાકાત પહેલા યુએઈમાં ભારે વરસાદ ખાબક્યો છે. યુએઇમાં વરસાદના કારણે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
પીએમ મોદી મંગળવારે બે દિવસની મુલાકાતે યુએઇ જઈ રહ્યા છે . 14 ફેબ્રુઆરીએ તેઓ અબુ ધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંગળવારે પીએમ મોદી યુએઇમાં રહેતા ભારતીયો માટે ’અહલાન મોદી’ (અરબીમાં મોદીનું સ્વાગત છે) કાર્યક્રમને સંબોધિત કરવાના છે. જો કે આ ઈવેન્ટ પહેલા વરસાદે આખી રમત બગાડી નાખી છે. પ્રતિકૂળ હવામાનને કારણે, સમગ્ર યુએઈમાં રાતભર વરસાદ અને ગાજવીજ જોવા મળી હતી. વરસાદના કારણે કાર્યક્રમ ટુંકાવવામાં આવ્યો છે અહેવાલો અનુસાર, વરસાદને કારણે સમગ્ર દેશમાં ટ્રાફિક જામ અને પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. અબુ ધાબીના ઝાયેદ સ્પોટ્ર્સ સિટી સ્ટેડિયમમાં આ ઈવેન્ટની તૈયારીઓ થઈ રહી છે. આ સાથે જોડાયેલા એક અધિકારીએ ખુલાસો કર્યો કે હવામાનના કારણે લોકોની સંખ્યા 80,000 થી ઘટાડીને 35,000 કરવી પડી. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 60 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ વરસાદ બાદ હવે 35,000 થી 40,000 લોકો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થવાના છે , તે કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. અહેવાલો અનુસાર, 500 થી વધુ બસો દોડશે, જેમાં 1000 થી વધુ સ્વયંસેવકો સ્થળ પર મદદ કરશે.
વરસાદ પછી એલર્ટ
ભારે વરસાદ, કરા, ગાજવીજ અને વીજળીના કારણે સમગ્ર યુએઇમાં સુરક્ષા ચેતવણી જારી કરવામાં આવી છે. યુએઇમાં સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. યુએઇમાં અંદાજે 3.5 મિલિયન ભારતીય વસાહતીઓ રહે છે, જે યુએઇમાં સૌથી મોટો વંશીય સમુદાય છે. આ દેશની વસ્તીના 35 ટકા છે. ઇવેન્ટના હાઇલાઇટ્સમાં 700 થી વધુ સાંસ્કૃતિક કલાકારોનું પ્રદર્શન શામેલ છે.
પીએમ મોદીની આ સાતમી મુલાકાત
ભારતમાં યુએઇના રાજદૂત અબ્દુલનાસર અલશાલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએઇની મુલાકાતને દ્વિપક્ષીય સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તે વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે. વડાપ્રધાન મોદી બે દિવસની મુલાકાતના ભાગરૂપે મંગળવારે સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વિવિધ મુદ્દાઓ પર ચચર્િ કરશે અને અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં બેંક ઓફ બરોડા દ્વારા કરાયું કિસાન પખવાડાનું આયોજન
November 22, 2024 11:09 AMવોટસએપ ગ્રુપના ૧૦૦૦ સભ્યોએ જ્ઞાન પીરસ્યું ને દંપતીએ ઘરે જ કરી પ્રસુતિ
November 22, 2024 11:08 AMભારતમાં આવતા વર્ષે હ્યુમનોઇડ રોબોટનું લોન્ચિંગ, મુકેશ અંબાણી કરી રહ્યા છે ફન્ડિંગ
November 22, 2024 11:07 AMખંભાળિયામાં હોલા પક્ષીના તાજા જન્મેલા બચ્ચાઓને અપાયું નવજીવન
November 22, 2024 11:06 AMસાયબર ફ્રોડ અટકાવવા વધુ ૧૭ હજાર વોટસએપ એકાઉન્ટ બ્લોક
November 22, 2024 11:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech