હવામાન વિભાગે મહારાષ્ટ્ર્રની રાજધાની મુંબઈ અને પુણે સહિતના જીલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કયુ છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ગઈકાલે બપોરથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદની ચેતવણી વચ્ચે શાળાઓ અને કોલેજો બધં રાખવા આદેશ અપાયો છે. ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચુકયા છે. સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ચુકયું છે.
મુંબઈમાં ભારે વરસાદને કારણે શાળા શિક્ષણ મંત્રી દીપક કેસરકરે રજા જાહેર કરી છે. આ પછી બીએમસીએ એક આદેશ જારી કરીને કહ્યું કે, વિધાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, બીએમસીના અધિકારક્ષેત્ર હેઠળની તમામ શાળાઓ અને કોલેજો ગુવારે બધં રહેશે. મુંબઈ પોલીસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટિટ કયુ કે મુંબઈના રહેવાસીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ જરી હોય તો જ ઘણી બહાર નીકળે. કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં ૧૦૦ ડાયલ કરો.
હવામાન વિભાગે તેની ચેતવણીમાં મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન અને ગાજવીજ સાથે વીજળી અને ભારે વરસાદની સંભાવના વ્યકત કરી છે.હવામાન વિભાગે પાલઘર અને સિંધુદુર્ગના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કયુ છે, જેમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વિવિધ સ્થળોએ વીજળી અને ભારે પવનની પણ શકયતા છે.
હવામાન વિભાગે આજે પુણે જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કયુ છે. આવી સ્થિતિમાં, જિલ્લા કલેકટર ડો. સુહાસ દીવસે આજે પુણે અને પિંપરી ચિંચવડની તમામ શાળા–કોલેજો માટે જાહેર રજાની જાહેરાત કરી છે. મુંબઈમાં બુધવારે સાંજે ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા.
આટલું જ નહીં, વરસાદ અને ભારે પવનને કારણે ઘણી લાઈટસ ડાયવર્ટ કરવામાં આવી હતી. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા. મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસ જેટ, ઈન્ડિગો અને વિસ્તારાની લાઈટને અસર થઈ હતી. કંપનીઓએ બદલાતી હવામાન પેટર્નને કારણે અસરગ્રસ્ત લાઇટસ વિશે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસેલિબ્રિટીઓ પણ કોફીમાં ઘી ઉમેરીને પીવાની સલાહ આપે છે, જાણો તેના ફાયદા
November 22, 2024 04:11 PMભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ઓપરેશનની ક્ષમતા વધારી, ઊંચા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ
November 22, 2024 04:10 PMશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech