હિમાચલમાં ભારે વરસાદ... અત્યાર સુધીમાં 80ના મોત, લોકોને ચંદ્રતાલથી એરલિફ્ટ કરવામાં આવ્યા; આ જિલ્લાઓમાં પણ હાઈ એલર્ટ

  • July 12, 2023 01:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિમાચલમાં વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હજારો લોકોના ઘર ધોવાઈ ગયા. શિમલા નાલાગઢ રોડ પર ભૂસ્ખલનને કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી બંધ પડેલો છે. જેના કારણે લોકોને ઘરોમાં કેદ થવાની ફરજ પડી છે. ભૂસ્ખલનને કારણે 1242 રસ્તાઓ બંધ થઈ ગયા છે.


ત્રણ દિવસમાં 80 લોકોના થયા મોત

રાજ્ય પોલીસના કાર્યવાહક મહાનિર્દેશક સતવંત અટવાલે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં ચોમાસામાં અત્યાર સુધીમાં 80 લોકોના મોત થયા છે. જેમાં માર્ગ અકસ્માતને કારણે થયેલા મૃત્યુનો પણ સમાવેશ થાય છે. 470 પાળતુ પ્રાણી મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં ચોમાસામાં 100 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. જ્યારે 350 મકાનોને નુકસાન થયું છે. હજુ 10 લોકો ગુમ છે જેમની શોધખોળ ચાલી રહી છે.


નવસો લોકો ફસાયેલા છે જેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સેનાના હેલિકોપ્ટર દ્વારા ચંદ્રતાલમાંથી પાંચ બીમાર અને વૃદ્ધોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ચંદ્રતાલમાં લગભગ 350 લોકો ફસાયેલા છે. અત્યાર સુધીમાં 1050 કરોડનું નુકસાન આંકવામાં આવ્યું છે જ્યારે નુકસાન ચાર હજાર કરોડ સુધી જણાવવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application