જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવષર્નિા કારણે જનજીવનને ભારે મુશ્કેલી પડી. રાજ્યમાં ત્રણ ડઝનથી વધુ મકાનો ધરાશાયી થયા છે અને ઘણા તુટી જવાના આરે છે. બારામુલ્લા, કિશ્તવાડ અને રિયાસી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. દરમિયાન, કિશ્તવાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે મકાનોને નુકસાન થયું હતું, જેના કારણે અધિકારીઓને ડિઝાસ્ટર રિસ્પોન્સ મશીનરીને હાઈ એલર્ટ પર રાખવાની ફરજ પડી હતી. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 36 કલાકથી વરસાદ અને હિમવષર્િ ચાલુ છે. હવામાન વિભાગે જણાવ્યું કે વરસાદ અને હિમવષર્નિી સ્થિતિ 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે.
આ સંદર્ભે એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે તહસીલ નાગસેની, મુગલમેદાન અને કિશ્તવાડ વિસ્તારોમાં લગભગ એક ડઝન મકાનોને નુકસાન થયું છે.કાશ્મીરમાં આજે યોજાનારી જુનિયર આસિસ્ટન્ટ પ્રકારની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.હવામાન વિભાગે આજે પણ મોટાભાગના વિસ્તારોમાં હિમવષર્િ અને વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિમાં કાશ્મીરમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ-શ્રીનગર હાઈવે અંગે અધિકારીઓએ મુસાફરોને સલાહ આપી છે કે જ્યાં સુધી કાટમાળ સાફ ન થાય ત્યાં સુધી હાઈવે પર મુસાફરી કરવાનું ટાળે.
રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર હાઈવે પર અડધો ડઝન જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. કાશ્મીરને પુંછથી જોડતો મુગલ રોડ પહેલેથી જ બંધ છે.ગુલમર્ગ સહિત કાશ્મીરના મોટાભાગના પર્વતો બરફથી ઢંકાયેલા છે. ઉત્તર અને મધ્ય કાશ્મીરમાં હિમપ્રપાતનો ખતરો વધી ગયો છે. હવામાન વિભાગે આજે પણ મોટાભાગના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિમાં આજે કાશ્મીરમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જમ્મુમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદી-નાળાઓના જળસ્તરમાં વધારો થયો છે. કુપવાડામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 336 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. ડોડા જિલ્લાના દેસામાં કિશોર ફિરદૌસ અહેમદ નાળામાં તણાઈ ગયો હતો. ગુલાબગઢમાં ભૂસ્ખલનને કારણે ચાર માળનું મકાન ધરાશાયી થયું હતું. પૂંચ જિલ્લામાં પણ ત્રણ મકાનો ધરાશાયી થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech