ચોમાસાના અંતનો આરંભ આગામી તારીખ 23 થી પશ્ચિમ રાજસ્થાન અને કચ્છથી શરૂ થશે તેવી સત્તાવાર જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવી જ બીજી એક આગાહીમાં હવામાન ખાતાએ જણાવ્યું છે કે આગામી તારીખ 25 અને 26 ના રોજ દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડશે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ અંદામાનમાં ઉત્તર તરફના ભાગમાં આજે એક પ્રભાવશાળી સાયકલોનિક સર્ક્યુલેશન જોવા મળે છે અને તેના કારણે આ વિસ્તારમાં આગામી તારીખ 23 સુધીમાં લો પ્રેસર સિસ્ટમ ઊભી થશે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં તારીખ 25 અને 26 ના રોજ બે દિવસ માટે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
અંદમાન નિકોબારમાં તો ગઈકાલથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. આવી જ રીતે આંધ્ર પ્રદેશમાં પણ સાયકલોનિક સર્ક્યુલેશન હોવાના કારણે વરસાદ શરૂ થઈ ગયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અમુક રાજ્યોને બાદ કરતાં બાકી બધે ગરમીનું જોર વધશે. નોર્થ ઈસ્ટ ના રાજ્યોમાં અને તમિલનાડુમાં નોર્મલ કરતાં ઊંચું તાપમાન રહેશે. ગુજરાતમાં પણ વરસાદની ગેરહાજરીના કારણે ભુજમાં 36.4 રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન શુક્રવારે નોંધાયું છે. અમદાવાદમાં 35.2 ભાવનગરમાં 35 ડીસામાં 35.8 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન આંધ્રપ્રદેશના કવાલી ખાતે 39.8 ડિગ્રી નોંધાયું છે.
અંદામાન આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં સાયકલોનિક સર્ક્યુલેશન હોવાથી આવા રાજ્યોમાં વરસાદની ગતિવિધિ વધુ ચાલુ રહી છે. પરંતુ તારીખ 23 થી કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનથી નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.
(અનુસંધાન નવમા પાને)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech