બંગાળની ખાડી પર અત્યારે બબ્બે જોરદાર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળે છે. આજે સાંજ સુધીમાં બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં એક પ્રભાવશાળી લો પ્રેશર સિસ્ટમ સર્જાશે અને તેના કારણે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં તોફાની પવન, વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ગુજરાતમાં તારીખ 25 થી 27 દરમિયાન અમુક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. સ્થાનિક હવામાન તંત્ર દ્વારા આ સંદર્ભે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર સહિતના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર માટે આવું કોઈ એલર્ટ હજુ સુધી આપવામાં આવ્યું નથી. પરંતુ જો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત હશે તો વરસાદ સૌરાષ્ટ્ર સુધી અને તેમાં પણ ખાસ કરીને અમરેલી ભાવનગર ગીર સોમનાથ જિલ્લા સુધી લંબાય તેવી શક્યતા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં 20 તાલુકામાં સામાન્ય ઝાપટાથી પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ શહેર અને જિલ્લાના ઉમરગામમાં પોણો ઇંચ વરસાદ થયો છે. જ્યારે પારડી વાપી અને ધરમપુરમાં સામાન્ય ઝાપટાં પડ્યા છે. સુરત શહેર ઉપરાંત જિલ્લાના ઓલપાડ માંડવી ચોયર્શિી, છોટાઉદેપુર શહેર અને જિલ્લામાં નસવાડી બોડેલી નવસારી જિલ્લામાં ગણદેવી જલાલપોર સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર પંચમહાલ જિલ્લામાં હાલોલ અને વડોદરા શહેરમાં સામાન્ય ઝાપટા પડ્યા છે. સૌરાષ્ટ્રમાં એકમાત્ર અમરેલી જિલ્લાના રાજુલામાં ચાર મિલિમિટર વરસાદ નોંધાયો છે.
બંગાળની ખાડીમાં અને તેની સાથે અરબી સમુદ્રમાં પણ ભારે કરંટ જોવા મળે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કલાકના 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.
વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ગરમીએ પણ બરાબરનું જોર પકડ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રવિવારે રાજકોટમાં 36.8 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 35.7 ભુજમાં 35.4 ડીસામાં 35.6 અને ગાંધીનગરમાં 35.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન રાજસ્થાનના જેસલમેરમાં 39.4 ડિગ્રી રવિવારે નોંધાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech