જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે મહુવામાં ઝાપટુ વરસ્યુ

  • September 10, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લામાં આજે મંગળવારે વરસાદની આગાહી વચ્ચે સવારે મહુવામાં ઝાપટુ વરસ્યુ હતુ.જિલ્લાને અન્ય નવ તાલુકાઓમાં બપોર સુધી  મેઘરાજાએ વિરામ પાળ્યો હતો.મહત્તમ તાપમાન વધીને ૩૪.૨ ડિગ્રી રહયું હતું.જ્યારે લઘુતમ તાપમાન ૨૬.૪ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક ૮૦૭ ક્યુસેક શરૂ છે.ડેમની સપાટી  આજે બપોરે ૨૮.૧ ફૂટ રહી હતી. હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આજે મંગળવારે  વરસાદની આગાહી કરવામાં આવી હતી. સવારે મહુવામાં ઝાપટુ વરસ્યુ હતુ.આથી ૨ મિમી. વરસાદ નોંધાયો હતો.જિલ્લાના અન્ય નવ તાલુકાઓમાં બપોર સુધી મેઘવિરામ રહયો હતો. ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે.
પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ ૮૦૭ ક્યુસેક  પાણીની આવક શરૂ છે. આમ છતાં, ડેમની સપાટી  આજે બપોરે ૨૮.૧ ફૂટ યથાવત રહી હતી. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે. ભાવનગર શહેરમાં  મહત્તમ તાપમાન વધીને ૩૪.૨ ડિગ્રી રહયું હતું.આથી બપોરે લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે,સામાન્ય ઝાપટા પડે છે.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે. શહેરનું મહત્તમ તાપમાન ૧.૨ ડિગ્રી વધીને ૩૪.૨ ડિગ્રી રહયું હતુ. લઘુતમ તાપમાન વધીને ૨૬.૪ ડિગ્રી નોંધાયુ હતુ. આજે મંગળવારે  સવારે ભેજ ૮૫ ટકા  રહયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૮ કિ.મી. રહી હતી. 
ભાદરવા માસના પ્રારંભમાં ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે. સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં  લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application