BREAKING NEWS

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ 42.4°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

  • April 30, 2026 10:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે 30 એપ્રિલ 2026 ના રોજ રાજ્યના અનેક શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર રાજકોટ 42.4°C સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર નોંધાયું.


મુખ્ય શહેરોનું તાપમાન:
આજના તાપમાનના આંકડા મુજબ, સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર રાજકોટ 42.4°C સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમ નોંધાયું છે. રાજ્યના અન્ય મુખ્ય શહેરોની સ્થિતિ નીચે મુજબ છે:



​​​​​​​

છેલ્લા એક અઠવાડિયાથી મોટા ભાગના શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો હતો. મોટાભાગના શહેરોમાં તાપમાન 42થી 44 ડિગ્રીએ પહોંચી ગયું હતું. તો અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેથી બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જતા હતા. જો કે હવે વાતાવરણની પેટર્નમાં ફેરફાર થતાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી આપવામાં આવી છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા સલાહ આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application