ઉત્તર ભારતના શહેરોમાં આકરી ગરમીનો કહેર યથાવત છે. જૂન મહિનામાં રેકોર્ડ તાપમાન વચ્ચે લોકો ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 જૂને દિલ્હીમાં હળવા ઝરમર વરસાદથી રાહત મળી શકે છે. તો મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ ચોમાસામાં વિલંબથી લોકો પરેશાન છે.
દેશમાં 40 ડિગ્રી તાપમાન સામાન્ય બનતાની સાથે જ ગરમી પ્રત્યે લોકોની સહનશીલતા પણ ઘણી વધી ગઈ છે. દિલ્હી જેવા શહેરોમાં તો 45-48 ડિગ્રી તાપમાન પણ સામાન્ય બન્યા છે. આવી સ્થિતિમાં યુકેમાં તાપમાન અંગેના તાજેતરના સમાચાર થોડા હાસ્યાસ્પદ લાગે છે.
અહેવાલ મુજબ, યુનાઇટેડ કિંગડમમાં જ્યારે જૂનના અંત સુધીમાં તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું ત્યારે હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. યુકે સ્થિત આઉટલેટે એક્સ પરના અહેવાલની લિંક સાથે લખ્યું, ’બ્રિટનમાં 26 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 48 કલાક સુધી હીટવેવ રહેશે, જેમાં ઈંગ્લેન્ડના પાંચ શહેરો સૌથી ગરમ રહેશે.’ યુકેની આ હવામાન ચેતવણીથી ભારતીયો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ પોસ્ટ તરત જ વાયરલ થઈ ગઈ. એક યુઝરે લખ્યું- ’આ ભારતમાં ડિફોલ્ટ એર ક્ધડીશન સેટિંગથી માત્ર બે ડિગ્રી વધારે છે, જે અમારા માટે તો આરામદાયક હવામાન જેવું લાગે છે. અન્ય એક યુઝરે કહ્યું, ’મુંબઈકર તેને શિયાળો કહે છે, અને અમારા દિલ્હીના લોકો ઉનાળામાં આના કરતાં બમણા તાપમાનનો સામનો કરે છે.’ એકે કહ્યું- મારા એસીનું તાપમાન આ સમયે માત્ર 26 છે. એક વ્યક્તિએ કહ્યું, ’મારું એસી હાલમાં યુકેના હીટવેવ લેવલ પર સેટ છે.’
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech