જામનગરમાં ગરમી વધી: તાપમાન 33.5 ડીગ્રી

  • August 20, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાતમ-આઠમ પર વરસાદની આગાહી


જામનગર શહેરમાં વાતાવરણમાં ઠંડક થતાં બફારો વઘ્યો છે, તાપમાન 33.5 ડીગ્રીએ પહોંચી ગયું છે, બે-ત્રણ દિવસથી ખરાર નિકળ્યો છે ત્યારે મગફળી અને કપાસનો પાક આ વર્ષે મબલખ ઉતરશે તેવી આશા જન્મી છે.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન  33.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 26.5 ડીગ્રી, હવામાં ભેજ 87 ટકા અને પવનની ગતિ 15 થી 20 કિ.મી. પ્રતિકલાક રહી હતી. જામનગર સહિત દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામડાઓમાં આજ સવારથી વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે.


આ વખતે હવામાન ખાતાએ જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં 110 થી 114 ટકા વરસાદ થશે તેવી આગાહી કરી હતી, દ્વારકા જિલ્લામાં તો ટાર્ગેટ પુરો થઇ ગયો છે અને હજુ તો ચોમાસુ 45 ટકા ગયું છે ત્‌યારે આગામી દિવસોમાં હજુ સાતમ-આઠમ ઉપર વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શકયતા છે.


અત્‌યાર સુધીમાં દ્વારકામાં 254.35 ટકા, ખંભાળીયામાં 132.73, કલ્યાણપુરમાં 147.30 અને ભાણવડમાં 102.29 ટકા વરસાદ પડયો છે અને હજુ તો લગભગ 60 ટકા વરસાદી સિઝન બાકી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application