તાપમાન ઘટીને 3પ.6 ડીગ્રી: સવારના ભાગમાં વાદળો છવાયા: આજથી તા. પ જુન સુધી તાપમાનમાં ચડાવ-ઉતાર રહેશે: કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ શક્યતા
જામનગર સહિત સમગ્ર હાલારમાં ધીરે ધીરે તાપમાન ઘટતું જાય છે, પરંતુ હવામાં ભેજ વધુ હોવાના કારણે બફારો વઘ્યો છે, જો કે ગઇકાલે પવનની ઝડપ પપ કી.મી. પ્રતિ કલાક જોવા મળી હતી, જેના કારણે રાત્રે બફારો ઘટ્યો હતો, આજથી તા. પ જુન સુધી માવઠું તેમજ મહત્તમ તાપમાનમાં વધારો-ઘટાડો જોવા મળશે તેમ હવામાન ખાતાનું કહેવું છે.
કલેકટર કચેરીના કંટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 3પ.6 ડીગ્રી, લઘુતમ તાપમાન ર8.પ ડીગ્રી, હવામાં ભેજ 76 ટકા, પવનની ગતિ પ0 થી પપ કી.મી. પ્રતિ કલાક જોવા મળી હતી, ગઇકાલે પ્રિમોન્સુનમાં ત્રિશુર અને એનર્કિુલમમાં ભારે વરસાદ થતાં રેડ એલર્ટ કરાયું હતું, કેરળમાં પણ આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો, બંગાળમાં રેમલ ચક્રવાત તા. ર6 ના રોજ સાંજે કાંઠા ઉપર ટકરાશે ત્યારે સૌરાષ્ટ્રમાં એની ખાસ અસર નહીં થાય તેમ લાગે છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ તા. 1 જુનથી પુડુચેરી, તામીલનાડુમાં વરસાદ શ થશે અને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તા. 1પ જુન આસપાસ ચોમાસુ આવશે, રાજ્યમાં કેટલાક વિસ્તારો ગરમ રહ્યા હતા, આજથી તેમાં બે-ત્રણ ડીગ્રીની રાહત થશે તેમ પણ મનાય છે, જો કે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ વખતે ચોમાસુ સાં રહેશે, કદાચ એકથી દોઢ મહિનો લાંબુ પણ રહેશે તેમ જણાવાયું છે.
જામનગર જિલ્લામાં હવામાં ભેજ વધુ રહેતો હોય છે, હવે વાવાઝોડાનો ડર હાલ તો ટળ્યો છે, ત્યારે જિલ્લાના ગામડાઓમાં પણ બફારો રહ્યો હતો, જો કે સાંજે પ વાગ્યે બાદ પપ કીમીની ઝડપે પવન ફૂંકાતા લોકોને રાહત થઇ હતી. જો કે મુખ્યમંત્રીની સૂચના અનુસાર તમામ કલેકટરને હિટવેવ સામે સતર્ક રહેવા જણાવી દીધું છે ત્યારે બપોરના ભાગમાં 1ર થી 4 દરમ્યાન મજુરોને પણ આરામ આપવા જણાવી દેવામાં આવ્યું છે.
એક તરફ કાળઝાળ ગરમીના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં 300 મેગાવોટ વિજળીનો વપરાશ વઘ્યો છે અને હજુ પણ વધશે તેવી શક્યતા છે, ગઇકાલે ગાંધીનગરમાં અને અમદાવાદમાં 4પ.પ ડીગ્રી, વડોદરા, અમરેલી, સુરેન્દ્રનગર અને કંડલામાં 44 ડીગ્રી રહ્યું છે. કાલાવડ, ભાણવડ, ખંભાળીયા, લાલપુર, ધ્રોલ, જોડિયા, જામજોધપુર સહિતના ગામોમાં પણ મોડી સાંજે પવન ફૂંકાયો હતો, જેના કારણે ગરમીથી રાહત થઇ હતી.
જામનગર શહેરમાં આજુબાજુના વિસ્તારોમાં દોઢસો જેટલી બાંધકામની સાઇટ પર શ્રમિકોને કામ ન કરાવવા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ કચેરીના અધિકારીઓએ સૂચના આપી દીધી છે. તકેદારીના ભાગપે આ પગલા લેવામાં આવ્યા છે. ચાલુ ક્ધસ્ટ્રક્શન અને મનરેગા સાઇટ ઉપર પણ આ નિયમ લાગુ પડશે અને આ સમય દરમ્યાન કામ કરાવનાર સામે કડક પગલા લેવામાં આવશે તેમ જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech