રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા વેસ્ટ ઝોન હેઠળના ૧૫૦ ફટ રિંગ રોડ અને નાના મવા મેઇન રોડની કોર્નર ઉપર સિલ્વર હાઇટસ એપાર્ટમેન્ટની સામેના ભાગે આવેલા મોકાના પ્લોટની ઓનલાઇન હરરાજી કરી .૧૧૯ કરોડમાં વેંચાણ કરવામાં આવ્યુ હતું, આ સોદો થયા બાદ કાનૂની વિવાદ સર્જાતાં ખરીદનારએ સોદા મુજબની કુલ ચૂકવવા પાત્ર રકમ આજ દિવસ સુધી ભરપાઇ કરી નથી. આ મામલે સમયાંતરે તબક્કાવાર તંત્રવાહકોએ નોટિસો આપી હતી પરંતુ તે નોટીસને પણ ખાસ કઇં દાદ નહીં મળતા અંતે પખવાડિયા પૂર્વે અંતિમ નોટિસ આપી હતી, દરમિયાન તાજેતરમાં તે નોટીસની સમયમર્યાદા પણ પૂર્ણ થતાં હવે આ મામલે સોમવારે મહાપાલિકામાં હિયરિંગ થનાર હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગત મુજબ નાના મવા ચોકનો ઉપરોકત પ્લોટ ૧૧૯ કરોડમાં વેંચાયો હતો ત્યારબાદ ખરીદનારએ હરરાજીમાં ભાગ લેવા ડિપોઝીટ પેટે ભરેલી .૧૦ કરોડની રકમ જમા લેવાઇ હતી ત્યાર પછી કાનૂની વિવાદ થતા ખરીદનારએ બાકીની રકમ સમયસર જમા કરાવી ન હતી, યારે આ મામલે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા નાણાંની ઉઘરાણી ચાલુ રાખીને નિયમાંનુંસાર નોટિસો આપતા હે હે અંદાજે ૧૫ કરોડ જેવી રકમ ચૂકવી હતી. કુલ ૧૧૯ કરોડમાં થયેલા સોદા મામલે હજુ ૯૪ કરોડ જેવી માતબર રકમ વસુલવાની બાકી છે. પખવાડિયા પૂર્વે આ મામલે નાણાં ભરપાઇ કરવા અંતિમ નોટિસ અપાઇ હતી જેની સમય મર્યાદા પણ પૂર્ણ થઇ તેમ છતાં રકમ જમા નહીં કરાવતા ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા ખરીદનારનો સંપર્ક કરી રકમ ચૂકતે કરવા જણાવાયું હતું.
યારે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાનો સંપર્ક સાધતા તેમણે આ મામલે જણાવ્યું હતું કે અંતિમ નોટીસની સમય મર્યાદા પૂર્ણ થતાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર લેવલેથી ખરીદનારનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ કોઇ મેડિકલ ઇમરજન્સીના કામમાં વ્યસ્ત હોવાને કારણે નોટીસનો પ્રતિસાદ નહીં આપી શકયાનું જણાવ્યું હતું અને હવે આગામી તા.૧૨ ફેબ્રુઆરીને સોમવારે ખુલતી કચેરીએ રાજકોટ મહાપાલિકામાં બ મળવા આવશે તેમ જણાવ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે હિયરિંગની ઉપરોકત વાત પણ ખરીદનારએ તેઓ સોમવારે કમિશનરને મળવા આવશે તેવા ટીપી બ્રાન્ચના એટીપી લેવલના ઇજનેરને આપેલા મૌખિક પ્રત્યુતર ઉપર આધારિત છે ! જો તે મળવા ન આવે તો હિયરિંગ ન થાય તેવી શકયતા પણ નકારી શકાય નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે એકંદરે ત્રણ ત્રણ મ્યુનિસિપલ કમિશનર બદલાયા છતાં જે મામલો ઉકેલાયો નથી તે મામલે હવે આગામી સોમવારે ફાઇનલ હિયરિંગ થાય તેવી પુરી શકયતા છે. જો સોદો યથાવત રહે તો ત્રણ વર્ષ સુધી મહાપાલિકાને નાણાં ન મળ્યા અને તે રકમના વ્યાજની ગણતરી ઉપરાંત ત્રણ વર્ષમાં જમીનોના ભાવમાં થયેલી વૃધ્ધિ બાદ હાલની બજાર કિંમત આ સહિતની બાબતોને ધ્યાને લઇને શું નિર્ણય લેવાશે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે, જો સોદો ફોક થાય તો તેવા કિસ્સામાં તત્રં કેટલી રકમ કયા હેડ હેઠળ જ કરે છે તે પણ જોવાનું રહેશે. મહાપાલિકા દ્રારા કરાયેલી જમીન હરાજીમાં આ પ્રકારે સોદો લટકી જતા તંત્રની તિજોરીને તો નુકસાન થયું તદ્દઉપરાંત ભવિષ્યમાં ખરીદદાર વર્ગ મહાપાલિકાની જમીનોની હરરાજીમાં ભાગ લેતા પહેલા સો વખત વિચાર કરે તેવી પરિસ્થિતિ પણ નિર્માણ થઇ છે. આ મુદ્દે જે કઇં નિર્ણય થશે તે સીમાચિન્હપ બનશે તે નક્કી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech