કાવડ યાત્રા રૂટ પર દુકાન પર નામ લખવાના યોગીના આદેશ અંગે આજે સુપ્રીમમાં સુનાવણી

  • July 22, 2024 11:05 AM 


ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાના માર્ગો પર આવતી દુકાનો પર માલિકોના નામ અને મોબાઈલ નંબર લખવાનો આદેશ આપ્યો છે, જેના કારણે વિવાદ શરૂ થઈ ગયો છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામની એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને યુપી સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે. આ અરજી 20 જુલાઈના રોજ સવારે 6 વાગ્યે ઓનલાઈન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ આ કેસને સુનાવણી માટે લિસ્ટ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચ આજે સોસાયટી ફોર પ્રોટેક્શન ઑફ સિવિલ રાઈટ્સની અરજી પર સુનાવણી કરશે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કાવડ યાત્રા રૂટ પર આવતી ખાણીપીણી, ઢાબા, ફળોની દુકાનો અને ચાની દુકાનોને માલિકોની વિગતો આપતી નેમપ્લેટ દશર્વિવા માટે કહ્યું છે. જેને લઈને રાજ્ય સહિત દેશનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષે યુપીની યોગી આદિત્યનાથ સરકારના આ આદેશને સાંપ્રદાયિક ગણાવ્યો છે અને ભાજપ પર વિભાજનની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપ્નું કહેવું છે કે હિંદુઓને પણ અન્ય ધર્મના લોકોની જેમ તેમની આસ્થાની પવિત્રતા જાળવવાનો અધિકાર છે. અગાઉ, આ આદેશ મુઝફ્ફરનગર પોલીસ દ્વારા માત્ર જિલ્લાના કાવડ યાત્રા માર્ગો પર આવતી દુકાનો અને ખાણીપીણી માટે જારી કરવામાં આવ્યો હતો. આ સિવાય રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે હલાલ સર્ટિફિકેશન વિના પ્રોડક્ટ્સ વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
કાવડ યાત્રા આજ થી શરૂ થઈ રહી છે. રાજ્યમાં ચાર મુખ્ય કાવડ યાત્રા રૂટ છે. ઉત્તરાખંડના હરિદ્વારથી શરૂ થાય છે અને પશ્ચિમ યુપીના જિલ્લાઓમાંથી પસાર થાય છે. આમાંથી એક મુખ્ય કાવડ યાત્રા રૂટ ઉત્તરાખંડના હરિદ્વારથી શરૂ થાય છે અને પશ્ચિમ યુપીના જિલ્લાઓમાંથી પસાર થાય છે. પશ્ચિમ યુપીના માર્ગો ઉપરાંત, કાવડ યાત્રા પૂર્વીય યુપીના વારાણસીથી પણ શરૂ થાય છે અને ઝારખંડના દેવગઢમાં સમાપ્ત થાય છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં, બારાબંકી અને ગોંડા વચ્ચે પણ યાત્રા થાય છે.
આ મામલે યોગ ગુરુ બાબા રામદેવની પ્રતિક્રિયા સામે આવી છે. બાબા રામદેવે કહ્યું છે કે, ’જો રામદેવને પોતાની ઓળખ જાહેર કરવામાં કોઈ સમસ્યા નથી તો રહેમાનને પોતાની ઓળખ જાહેર કરવામાં સમસ્યા કેમ છે? દરેક વ્યક્તિ તેમના નામ પર ગર્વ અનુભવે છે. નામ છુપાવવાની જરૂર નથી, બસ કામમાં શુદ્ધતા જોઈએ. ઈન્ડિયા બ્લોક પાર્ટીઓએ આ પગલાને યુપી સરકાર દ્વારા પ્રાયોજિત ’કટ્ટરતા’ અને ’મુસ્લિમ’ દુકાનદારોને નિશાન બનાવવાની કાર્યવાહી ગણાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application