BREAKING NEWS

સંભલની શાહી જામા મસ્જિદ અને હરિહર મંદિર વિવાદ અંગે આજે સુપ્રીમમાં સુનાવણી

  • April 20, 2026 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટ સોમવારે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલી શાહી જામા મસ્જિદ માટે ચંદૌસી કોર્ટ દ્રારા જારી કરાયેલ સર્વે ઓર્ડરને પડકારતી મુસ્લિમ પક્ષ દ્રારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરવાનું છે.સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત યાદી અનુસાર, ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને આલોક આરાધેની બેન્ચ આજે આ કેસની સુનાવણી કરશે.આજે સુપ્રીમની સુનાવણી પર દેશભરના હિંદુઓની નજર રહેશે.હિંદુ સંગઠનોએ એવો દાવો કર્યેા હતો કે આ મસ્જીદ મુઘલ કાળ દમિયાન બાંધવામાં આવેલા મંદિરને તોડીને તેની ઉપર બનાવવામાં આવી છે. નોંધનીય છે કે શાહી જામા મસ્જિદ અંગે ચાલી રહેલા વિવાદમાં જારી કરાયેલા સર્વે પ્રક્રિયાના આદેશને પડકારતી મસ્જિદ સમિતિ દ્રારા અરજી દાખલ કરવામાં આવી છે. હિન્દુ સંગઠનોનો દાવો છે કે મસ્જિદ મુઘલ કાળ દરમિયાન તોડી પાડવામાં આવેલા પહેલાના મંદિરની ટોચ પર બનાવવામાં આવી હતી.અગાઉ, સર્વે કાર્યવાહી પર રોક લગાવવાના અલ્હાબાદ હાઇકોર્ટના ઇનકારને પડકારતી વિશેષ રજા અરજીની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને વિવાદિત સ્થળ પર યથાસ્થિતિ જાળવવાનો નિર્દેશ આપ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News