ગુજરાત રાજય પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ દ્રારા વિવિધ પડતર વહીવટી પ્રશ્નોને લઈને છેલ્લ ા એક અઠવાડિયાથી હડતાલ પર ઉતર્યા છે.જૂનાગઢ જિલ્લ ાના ૪૨૬ કર્મચારીઓ આંદોલનમાં જોડાયા હતા. જેમાંથી ૧૨૬ કર્મચારીઓએ હડતાળ સંકેલી ફરજ પર હાજર થઈ ગયા છે. ૪૪ કર્મચારીઓને ચાર્જશીટ ફટકારી છે અને નિયત સમયમાં સીસીસી, ખાતાકીય હિન્દી પરીક્ષા પાસ નહીં કરનાર ૨૫૬ કર્મચારીને સેવા સમાિ નોટીસ પાઠવવામાં આવી છે.
આરોગ્ય શાખાના કર્મચારીઓના નાણાકીય અને વહીવટી પ્રશ્નોનો લાંબા સમયથી કોઈ નીવેડો ન આવતા રાય ભરના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પડતર પ્રશ્નોની માગણી ઉકેલવાની માંગ સાથે હડતાળના મંડાણ કર્યા છે. આ હડતાળમાં આરોગ્ય તંત્રના ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર સહિતના કર્મચારીઓએ સરકારના વલણ સામે બાંયો ચડાવી આંદોલનનું રણશિંગુ ફંકયું છે. જૂનાગઢ ૪૨૬ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. સરકાર દ્રારા તમામ આરોગ્ય કર્મચારીઓને ચેતવણી સાથે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. જેથી નોટિસથી ભયભીત થયેલા આશરે ૧૨૬ કર્મચારીઓએ હડતાળનો વાવટો સંકેલી ફરજ પર હાજર થઈ ગયા હતા. જોકે હજુ પણ કર્મચારીઓએ આંદોલન યથાવત રાખ્યું છે. જેથી સરકાર દ્રારા વધુ કડક કાર્યવાહીની તૈયારી કરી રહી છે. જેથી જૂનાગઢ જિલ્લ ા આરોગ્યતંત્રના આંદોલન પર રહેલા ૪૦ કર્મચારીઓને ચાર્જશીટ ફટકારી છે અને ફરજ પર હાજર થવા આદેશ કરાયો છે.
જોકે કર્મચારીઓ દ્રારા આરોગ્ય કર્મચારી મહાસંધના નિર્ણય અને આંદોલનની રણનીતિ સામે મીટ માંડીને બેઠા છે અને હાલ પૂરતી તો લડત કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ પંચાયત કર્મચારીઓના નિમણૂકની જોગવાઈ પ્રમાણે નિયત સમયમાં સીસીસી, ખાતાકીય તથા હિન્દી સહિતની પરીક્ષા પાસ નહીં કરનાર ૨૫૬ કર્મચારીઓને પણ સેવા સમાિની અંતિમ નોટિસ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગના ફિલ્ડ અને નસિગ તથા સુપરવાઇઝરની હડતાળના કારણે નાગરિકોની આવશ્યક સેવા ખોરવાઈ ન જાય તે માટે દરેક આરોગ્ય કેન્દ્ર સીએચઓ એનએચએમ ના કર્મચારીઓ અને આઉટસોર્સના સ્ટાફની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગામડું ફરી વાઇબ્રન્ટ બનવાનું છે: કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયા
March 31, 2025 11:04 AMગીરસોમનાથ જિલ્લાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ૧૩૭ શખસો સામે કરાઇ કાર્યવાહી
March 31, 2025 11:02 AMવિસાવદર બેઠકમાં ચમરબંધીને ભોં ભેગા કરી દેવા મતદારો અચકાતા નથી
March 31, 2025 11:00 AMહળવદ સરા ચોકડીએ પિકઅપ વાનમાં ક્રુરતાપૂર્વક લઇ જતાં પાડા બચાવ્યા
March 31, 2025 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech