મેઘપર-પડાણાં વિસ્તારમાં તમાકુના વેચાણ સંબંધી આરોગ્ય વિષયક કાર્યવાહી

  • April 20, 2023 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુમળી વયના બાળકોને તમાકુનું વેચાણ નહીં કરવા સંબંધિત બોર્ડ નહીં લગાવનારા  ૩૯ વેપારી દંડાયા: વેપારીઓને ૭ હજારનો દંડ કરાયો: ૧ર વેપારીઓ સામે કડક કાર્યવાહી

જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગઈકાલે લાલપુર તાલુકાના મેઘપર-પડાણા-કાનાલૂસ તેમજ આસપાસની લેબર કોલોની  વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને કુમળીવયના બાળકોને તમાકુનું વેચાણ કરવા સંબંધીત જાહેર ચેતવણીના બોર્ડ નહીં લગાવનારા કુલ ૧૨ વેપારીઓ સામે તેમજ શૈક્ષણિક સંસ્થાનો- હોસ્પિટલ સહિતના પ્રતિબંધિત ૧૦૦ મીટરના વિસ્તારમાં તમાકુનું વેચાણ નહિ કરવાના નિયમનો ભંગ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, અને ૦૮ વિક્રેતાઓ મળી કુલ ૩૯ વેપારી સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગઈકાલે તા ૧૯-૪-૨૦૨૩ના  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર પ્રસાદ અને  એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો. એસ.આર.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ નેશનલ ટોબેકો કંટ્રોલ પોગ્રામ અંતર્ગત તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ની ગાઈડલાઈન મુજબ મેઘપર- પડાણા કાનાલૂસ સહિતના વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં કલમ ૪ એ જાહેર સ્થળ ઉપર ધુમ્રપાન પર પ્રતિબંધ પરના ૧૨ કેસ કરવામાં આવ્યા હતા જ્યારે કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા,આપવા કે વેચાણ માટે આપવા પર પ્રતિબંધ  મુજબ ૧૯ કેસ કરવામાં આવ્યા હતા.

ઉપરાંત કલમ ૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ હોવા છતાં આવા વિસ્તારમાં પ્રતિબંધિત વસ્તુ ના વેચાણ મુજબના  ૮ કેસ મળી કુલ ૩૯ કેસ કરવામાં આવ્યા છે, જેમાં રૂપિયા ૭૦૦૦નો દંડ કરાયો છે.
આ કામગીરીમાં જિલ્લા આઇ.ઇ.સી. ઓફિસરશ્રી નીરજ મોદી,તાલુકા સુપર વાઈઝર જી.પી.મકવાણા, જિલ્લા કાઉન્સેલર નઝમા બેન, સોશિયલ વર્કર ગૌતમ સોંદરવા તેમજ પડાણા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સટેબલ  મહેશભાઈ ડાંગર હાજર રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application