BREAKING NEWS

રાજકોટમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ: આરોગ્ય તંત્રમાં દોડધામ, જાણો લક્ષણો અને બચવાના ઉપાયો

  • July 21, 2026 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરની જનાના હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. આ શંકાસ્પદ લક્ષણો ધરાવતા ત્રણ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને ચોક્કસ નિદાન તથા ચકાસણી અર્થે ગાંધીનગર સ્થિત લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ વાયરસની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.


જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં 6 કેસ: ૩ બાળકો સાજા થતાં ડિસ્ચાર્જ

ઉલ્લેખનીય છે કે, ચાલુ જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં રાજકોટ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કુલ ૬ શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે, રાહતની વાત એ છે કે અગાઉ દાખલ કરાયેલા ત્રણ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. બાળકોની તબિયતમાં સુધારો થતાં અને રિપોર્ટ સામાન્ય આવતાં તબીબો દ્વારા તે ત્રણેય બાળકોને હોસ્પિટલમાંથી રજા (ડિસ્ચાર્જ) આપી દેવામાં આવી છે.


સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર

સંભવિત ચાંદીપુરા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલ ખાતે 10 બેડનો એક અલગ (આઈસોલેશન) વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે. તબીબો અને પેરામેડિકલ સ્ટાફને દર્દીઓની વિશેષ સંભાળ અને તાત્કાલિક સારવાર માટે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે, જેથી શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોને સમયસર યોગ્ય સારવાર આપી શકાય.


ચાંદીપુરાના લક્ષણો

અચાનક ઊંચો તાવ

માથાનો ભારે દુખાવો

ઉલ્ટી

નબળાઈ

થાક

સતત ઉલ્ટીઓ

બેચેની

આંચકી (Fits)

ગૂંચવણ

બેભાન થવું

કોમા​​​​​​​


જો બાળકમાં નીચેના લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલ પહોંચવું જોઈએ.

101°Fથી વધુ તાવ

વારંવાર ઉલ્ટી

આંચકી આવવી

વર્તનમાં અચાનક ફેરફાર

ગૂંચવણ

સતત ઊંઘ આવવી

બેભાન થવું


બચવાના ઉપાયો

બાળકોને આખી બાંયના કપડાં પહેરાવો.

બાળકો માટે યોગ્ય ઇન્સેક્ટ રિપેલેન્ટનો ઉપયોગ કરો.

જરૂર પડે તો કીટનાશક લગાવેલી મચ્છરદાનીમાં સુવડાવો.

ઘરની આસપાસ સફાઈ રાખો.

ભેજવાળા અને ગંદકીવાળા સ્થળો ટાળો.

પશુઓના વાડા અને ઝાડીઓ પાસે બાળકોને ઓછા જવા દો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application