ખંભાળિયાની ગ્રામ્ય શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્ય અને સ્વાસ્થ્ય ચકાસણી

  • July 16, 2024 11:18 AM 

શાળાએ આવતા બાળકો તંદુરસ્ત રહે અને પ્રાકૃતિક શાંત વાતાવરણમાં પ્રફુલ્લિતતાથી અભ્યાસ કરી શકે તે હેતુથી ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી ધી પ્રેસિડેન્ટ સ્કૂલ ખાતે શાળાના તમામ બાળકોની આરોગ્ય તપાસણી શાળા ખાતે હેલ્થ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.


જેમાં બાળકના સ્વાસ્થ્ય, દાંત, આંખ, ત્વચા, ઉંમર પ્રમાણે વજન, ઊંચાઈ વિગેરેની બાબતે તાપસ કરી, આ અંગેની જરૂરી નોંધ પણ કરવામાં આવી હતી.


ચેકઅપ કેમ્પમાં જિલ્લા પંચાયતના તબીબ ડૉ. નીરજ ભુત દ્વારા બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી, સ્વાસ્થ્ય કાળજી, ખોરાક અને પાણી વિશે યોગ્ય જરૂરી માર્ગદર્શન આપવા આપવામાં આવ્યું હતું.


આ આરોગ્ય તપાસણીમાં બાળકોમાં સારવારની જરૂર જણાય, તે બાળકોના વાલી સાથે વાત કરીને તેમને જનરલ હોસ્પિટલ ખાતે નિયત તારીખે વિના મૂલ્યે નિદાન તથા સારવાર મેળવવા માર્ગદર્શન અપાયું હતું. વધુ સારવાર માટે 10 લાખ કે તેથી વધુનો ખર્ચ થાય તો પણ વાલીને અહીં સરકારી યોજનામાં તમામ સારવાર વિના મૂલ્યે મળી રહે છે તેમ પણ સૂચન કરાયું હતું.


હાલની પરિસ્થિતિમાં બાળકોના સ્વાસ્થ્યની કાળજી માટે બહારનું ભોજન ટાળવા તેમજ આ અંગે સાવચેત રહેવા જરૂરી સૂચનો કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News