આરોગ્ય મંત્રીઋષિકેશભાઈ પટેલે આકાશવાણી રેડિયોના માધ્યમથી લોકોને સાવધ રહેવા કર્યો અનુરોધ

  • June 15, 2023 02:45 PM 


રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ભુજ ખાતે બિપરજોય આપત્તિના વ્યવસ્થાપનમાં તંત્રને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે, ત્યારે ભુજ ખાતે આકાશવાણી કેન્દ્ર એ પહોંચ્યા હતા. તેઓએ વાવાઝોડા દરમિયાન લોકોને સાવધ રહેવા સંદેશ આપ્યો હતો. અહીં તેમણે ધારાસભ્ય કેશુભાઈ પટેલ સાથે વાવાઝોડા દરમ્યાન પ્રસારણ ચાલુ રાખવા માટે કરવામાં આવેલ તૈયારીની માહિતી મેળવી હતી તેમજ સ્ટુડિયો રૂમ તેમજ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.


અહીં મંત્રીએ આકાશવાણી ભુજ ખાતેથી જીવંત પ્રસારણમાં સંદેશ આપતા તંત્ર દ્વારા કરવામાં આવેલ શેલ્ટર હોમ અને સ્થળાંતર, ફૂડ પેકેટ, વીજ પુરવઠા તંત્રની વ્યવસ્થા અંગે માહિતી આપી હતી તેમજ કહ્યું હતું કે, એન. ડી.આર.એફ., આર્મી, રિઝર્વ પોલીસ ફોર્સ, વગેરે તમામ તૈયારીઓ સાથે પ્રશાસન વાવાઝોડાં સામે તમામ રીતે સજ્જ છે. ઉપરાંત કચ્છવાસીઓને સંબોધતા પશુઓને બાંધી ન રાખવા, રેડિયો સાંભળવા અને અફવાઓથી બચીને સલામત જણાવ્યું હતું. વાવાઝોડા દરમિયાન ઘરના બધા બારી બારણાં બંધ કરવા તેમજ વધારાના વીજ ઉપકરણોની પીન કાઢી લેવા અપીલ કરી હતી તેમજ કુતૂહલથી બહાર નીકળી નુકસાન જોવા ન નીકળવા વિનંતી કરી હતી.


ઉપરાંત, વાવાઝોડું સંપૂર્ણ પસાર થઈ જાય પછી તંત્રને મદદરૂપ થવા અને સહકાર આપવા તેમજ યુવાનોએ રક્તદાન કરવા આગળ આવવા અપીલ કરી હતી.  ઉદઘોષક મનોજભાઈ સોની સાથે વાતચીત દરમ્યાન તેમણે સમયસર અને વિશ્વાસપાત્ર માહિતી પ્રસારિત કરવા આકાશવાણીનો પણ આભાર માન્યો હતો. સમગ્ર કચ્છ જિલ્લામાં એમ. ડબલ્યુ. ફ્રિકવન્સી પર આ સંદેશનું પ્રસારણ કરવામાં આવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application