રાયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ત્રણ દિવસના સૌરાષ્ટ્ર્રના પ્રવાસે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર્રની પાંચ સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી આરોગ્ય બાબતેની સમિક્ષા કરશે અને હોસ્પિટલ તત્રં સાથે રીવ્યુ બેઠક યોજી રહ્યા છે. ત્યારે આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સવારે મુલાકાત લીધા બાદ આજે બપોરે રાજકોટ સિવિલ હોસ્પિટલએ પહોંચ્યા હતા અને ઇમરજન્સી વિભાગથી હોસ્પિટલની વિઝીટ કરી, પીએમએસએસવાય બિલ્ડીંગ અને ત્યાર બાદ એમસીએચ બિલ્ડિગમાં રાઉન્ડ લીધો હતો. જે બાદ મેડિકલ કોલેજ ખાતે અમદાવાદ મેડિસિટીના તર્જ પર રાજકોટ સિવિલ હોસ્પિટલ સહીતની ચારેય સિવિલ હોસ્પિટલના ચાલતા પ્રોજેકટ અંગેનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. અને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા અને મેડિકલ કોલેજના ડીન ડો.ભારતી પટેલ પાસેથી જરી માહિતી મેળવી હતી. બેઠકમાં આરોગ્ય લક્ષી સેવાઓ, પીએમજેએવાય યોજના સહિતની બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને ઘટતું કરવા વિભાગોને સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્યો, મેયર, રાયસભાના સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, આરોગ્ય વિભાગના સચિવ ધનંજય દ્રિવેદી, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ, કલેકટર પ્રભવ જોશી. ડીડીઓ નવનાથ ગવહાણે, નાયબ નિયામકો તેમજ હોસ્પિટલના તબીબી અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech