કમળાની બીમારીમાં સપડાયેલા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલાનું મૃત્યુ
કમળાની બીમારીમાં સપડાયેલા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલાનું મૃત્યુ
December 19, 2025 03:23 PM
રાજકોટ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ જયપાલસિંહ ઝાલાનું કમળાની બીમારીમાં મોત નીપજ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી તબિયત નરમ ગરમ રહેતી હોય રિપોર્ટ કરાવતા કમળો થયૉ હોવાનું નિદાન થતા સારવાર લીધી હતી. આજે સવારે ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવના પગલે પોલીસ વર્તુળમાં પણ ગમગીની છવાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા અને હાલમાં ડોગ સ્ક્વોડમાં હેડ કોન્સ. તરીકે ફરજ બજાવતા જયપાલસિંહ મંગળસીંગ ઝાલા ( ઉ.વ.૫૪) આજે સવારે ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. મૃતક જયપાલસિંહને સંતાનમાં એક દીકરો દીકરી છે. તેમને કેટલાક દિવસથીતાવ આવતો હોવાથી હોસ્પિટલમાં દવા લીધી હતી અને રિપોર્ટ કરાવતા કમળો થયો હોવાનું જાણવા મળ્યું હતું. આથી દવા પણ ચાલુ હતી. આજે સવારે ઘરે હતા ત્યારે જ બેભાન હાલતમાં દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળો કર્યા હતા.