પોલીસ પ્રજાનો મિત્ર હોવાને બદલે ભક્ષક બન્યો હોવાની સનસનાટી ઘટના સામે આવી છે. રાજકોટ સીટી પોલીસના ટ્રાફિક હેડ કોન્સ્ટેબલે ખાખીને લજવતો કાંડ કરતા ચોમેર ચર્ચા જાગી છે. હેડ કોન્સ્ટેબલ ઇમરાન રાઉમાએ શહેરની એક પરિણીતા ઉપર અવાર નવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી પરિણીતાની પાંચ વર્ષની બાળકી સાથે પણ શારીરિક અડપલાં કર્યા હોવાની સાથે ધર્મ પરિવર્તન માટે સતત દબાણ કરી મારકૂટ કરતો હોવાના ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ યુનિવર્સીટી પોલીસમાં કરવામાં આવતા પોલીસે હેડ કોન્સ્ટેબલ ઇમરાન રાઉમા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
બનાવ અંગે નોંધાવેલી ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે મારે સંતાનમાં પાંચ વર્ષની દિકરી છે અને લગ્ન નવ વર્ષ પહેલા થયા છે. દોઢ વર્ષ પહેલા હું મારા માવતરના ઘરે રોકાવા માટે ગઇ હતી ત્યારે નજીકમાં દરજીની દુકાન હોઈ ત્યાં બ્લાઉઝ સીવડાવવા ગઇ હતી. તે વખતે ત્યાં ઈમરાન હબીબભાઇ રાઉમા પણ હતો. તે વખતે તે રાજકોટ પોલીસમાં હતો અને કોન્સ્ટેબલ હતો. હાલ તે હેડકોન્સ્ટેબલ છે. એક દિવસ રાતે મારા પિતા અને દિકરી સુતા હતાં અને માતા ગામડે ગયા હોઈ હું દરજીને ત્યાંથી ઘરે આવવા રાત્રે નીકળી ત્યારે ફળીયામાં પહોંચતા જ ઈમરા મારી પાછળ આવી ગયો હતો અને મને મોઢે ડુચો દઈ બે લાફા મારી દીધા હતાં. તેમજ મારા પેટના ભાગે સીઝેરીયન હોઈ ત્યાં પણ બે પાટા મારી લીધા હતાં. બાદમાં મને નિર્વસ્ત્ર કરી નાંખી મારા નગ્ન ફોટા તેણે મોબાઇલમાં પાડી લઇ મારી મરજી વિરૂધ્ધ બળજબરીની શરીર સંબંધ બાંધી લઈ જો કોઈને વાત કરીશ તો તારા ફોટો-વિડીયો વાયરલ કરી નાંખીશ તેવી ધમકી આપી હતી.
હું ખુબ ડરી ગઈ હોઈ જેથી મેં આની વાત કોઈને કરી નહોતી. ઇમરાન તેના મોબાઈલ પરથી મને ફોન કરી આ વિડિયોના આધારે સતત માનસિક ત્રાસ આપતો હતો. આ વિડીયો મારા સાસરીયા પક્ષમાં મોકલવાની ધમકી આપતો હતો જેથી હું મારા મમ્મીના ઘરેથી મારા ઘરે જતી રહી હતી. પતિ કામ માટે બહાર ગામ જતા ઈમરાન મોકો ગોતીને મારા ઘરમાં ઘુસી ગયો અને મારી દિકરીની સામે મારૂ ગળું પકડીને મારી મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધેલ અને મને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તે કહેતો હતો કે ડેરીએથી અમારા માણસો આવશે અને પ્રાઇવેટ પાર્ટ ઉપર છરી મારી દેશે અને તને મારી નાખશે. તેમ કહી તે બીવડાવતો અને અવાર નવાર ઘરે આવી જતો અને મારી દિકરી પાંચ વર્ષની દીકરીને રમકડા દેખાડવાના બહાને તેની સાથે પણ અડપલા કરી લીધા હતાં. જેથી મારી દિકરી પણ ડરી ગઇ હતી.
તે એટલી ડરી ગઈ છે કે મારી સાથે રહેતી નથી અને પાસે પણ આવવા રાજી નથી અને મારી દિકરીને આફ્રિકા વેંચી નાખવાની વાતો પણ ઈમરાને કરેલી હતી. તે આખી દુનિયામાં મને એકલી કરી નાખવાનું કહેતો હતો જેથી મારી પાસે એની પાસે જવા સિવાય કોઈ રસ્તો જ ન રહે આના માટે ઇમરાન તેના મિત્ર સર્કલમાં સગાવાલાઓમાં આડોસ પાડોશમાં મારું બહુ જ ખરાબ બોલતો હતો અને મારી માતાને પણ ગાળો દીધી હતી. મારી સાથે સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય કરતો હતો અને હું રડતી તો મને કહેતો કે નાટક બંધ કરી દે અને મને વારંવાર ધર્મ પરિવર્તન કરવા માટે પણ કહેતો અને દબાણ કરતો હતો. એટલુ જ નહિ ઈમરાન મને પરાણે એનુ થુંક પણ પીવડાવતો હતો. કોઈને ન કહેવાય એવુ કાર્ય મારી સાથે કરતો હતો અને મને કહેતો હતો કે તારા જેવી ૨૧ છોકરીઓ હજુ ફસાવાની છે.
આજ સુધી આ બધું ચૂપચાપ સહન કરવાનું કારણ - એ કે એ ઈમરાન મને એક જ વસ્તુ કહેતો તારાથી કંઈ નહીં થાય તેવુ કહેતો જેથી મને કોઈ દિવસ હિંમત આવી નહી હવે મારા ફોટા વિડિયો વાયરલ કરવાની અને મારૂ અપહરણ કરવાની ધમકી આપીને મને તેની સાથે બોલાવતો અને જ્યાં સુધી એને જવાબ ન આપુ, પ્રેમથી વાત ન કરું ત્યા સુધી મને મુકે નહીં. છેલ્લે ગત માર્ચ મહિનામાં ઈમરાને મારા ઘરે આવી મારી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધા હતાં. ત્યારે મારી બહેનપણી પણ હાજર હતી.
ઇમરાને મારી સાથે કૃત્ય આચરેલ છે ત્યારબાદ આજદિન સુધી મને ધાક ધમકી આપતો હતો. હું આ ઈમરાનની ધમકીથી ડરી ગયેલી પણ હવે મારા પતિએ મને હિમ્મત આપતા હું ફરિયાદ કરવા પહોંચી હતી. તેમ વધુમાં ભોગ બનનાર પરિણીતાએ જણાવતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની વર્ધી પહેરાવી ગંદી હરકત કરતો
પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, ઇમરાન મારી સાથે ન કરવાનું કરતો હતો, મને પોલીસના વસ્ત્રો પહેરાવી ખુબ ગંદી હરકત કરી હતી જે કહી શકાય એમ પણ નથી. હેડ કોન્સ્ટેબલના આવા કરતૂતે ખાખીને પણ લજવી છે.
સાસણ રિસોર્ટમાં ધર્મ પરિવર્તનનું દબાણ કરી શરીર સબંધ બાંધ્યો
ઇમરાન સાસણ ખાતે વી.વી.આઇ.પી બંદોબસ્તમાં હતો ત્યારે પરિણીતાને તેડવા માટે કાર મોકલી બળજબરી પુર્વક બોલાવી હતી.ત્યા પરિણીતાને બહારથી સારી રીતે રાખતો હતો અને રિસોર્ટમા રાખવામાં આવેલા રૂમમાં મારમારી ધર્મપરિવર્તન કરાવવા તાવીજ પહેરાવવાની કોશીષ કરેલી હતી અને ત્યા સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યુ આચર્યુ હોવાનો આરોપ મુકાયો છે.