રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા રજાક સમાની મહેસાણાના કડી તાલુકાના અગોલ ગામે ચાલી રહેલી ઘોડી પાસાની જુગાર કલબ પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડો હતો. પોલીસે દરોડા દરમિયાન અહીંથી જુગાર રમવા આવેલા રાજકોટ, જામનગર, જૂનાગઢ ,ગોંડલ,મુંબઇના શખસો મળી ૧૯ ને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ . ૨.૪૬ લાખ,૧૦ વાહનો, ૨૨ મોબાઇલ ફોન સહિત કુલ પિયા ૩૫.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં આ જુગાર કલબ રાજકોટનો રજાક સાણદં પંથકના બે શખ્સો સાથે મળી છેલ્લા ૧૫ દિવસથી ચલાવતો હોવાનું માલુમ પડું હતું.દરોડા દરમિયાન નાસી ગયેલા શખ્સો તેમજ જગ્યા ભાડે આપનાર વાડી માલિક સહિત ૧૧ શખસોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એસએમસીના ડીવાયએસપી કે.ટી.કામરીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઆઇ આર.જી.ખાંટ તથા તેમની ટીમ રાત્રીના મહેસાણાના કડી તાલુકાના અગોલ ગામની સીમમાં તળાવની પાછળ હિંમતભાઈ જામાભાઈ સિપાઈના ખેતરમાં ઓરડી પાસે મંડપ નીચે ચાલી રહેલી જુગારની મહેફિલ પર દરોડો પાડો હતો. પોલીસને જોતા જ અહીં જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી પોલીસની ટીમે દરોડા દરમિયાન ઘોડીપાસાની કલબ ચલાવનાર સંચાલક રજાક ખમીશાભાઈ સમા(ઉ.વ ૪૦ રહે. શિયાણીનગર શેરી નંબર ૧ કોઠારીયા રોડ, રાજકોટ) સહિત ૧૯ ને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ પિયા ૨,૪૬,૫૮૦ અને ૨૨ મોબાઈલ ફોન ૧૦ વાહન સહિત કુલ પિયા ૩૫,૯૭,૫૮૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં સંચાલક રજાક ઉપરાંત પરાગ વલ્લભભાઈ વડેરા (રહે સોમેશ્વર લેટ રાણીપ અમદાવાદ) નરેન્દ્ર ભગવાનજી પૂજાણી(રહે. વેસ્ટ મુંબઈ),હિરેન શૈલેષભાઈ તન્ના(રહે. કોઠારીયા રોડ, રાજકોટ),વિપુલ કાથળભાઈ મૈયડ(રહે. રામપાર્ક, રાજકોટ) સોહીલ અશરફભાઈ બેલીમ(રહે. જંગલેશ્વર,રાજકોટ) મોહસીન હબીબભાઈ કાઝી(રહે કાલાવડ, જામનગર), રવિ હીરાભાઈ જાગડા (રહે જુનાગઢ), ઈર્શાદ બકુદ્દીન શાહ (રહે અંકલેશ્વર ભચ), કાલુ બહાદુર ફુકરેજા (રહે મુંબઈ), ઇમરાન સલીમ કાઠી (રહે. જુનાગઢ), હાન હનીફભાઈ હાલા (રહે જુનાગઢ), આદમ હત્પસેનભાઇ હાલા(રહે. જુનાગઢ) મયુર કાથડભાઈ મૈયડ( રહે. રામપાર્ક, રાજકોટ), રાજેશ જયંતીભાઈ વાઘેલા (રહે ગોંડલ),જય શીશાભાઈ સાટા (રહે જામનગર રોડ, રાજકોટ), શબ્બરી નુરમહંમદ બ્લોચ(રહે દાતાર રોડ, જુનાગઢ), ગફાર આમદભાઈ સમા (રહે ભવાની ચોક, રાજકોટ) અને અસલમ દાઉદભાઈ જાદવ (રહે, અગોલ તા.કડી) નો સમાવેશ થાય છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં રાજકોટના રજાક સમાએ સાણંદના અરણેજ ગામે રહેતા હૈદર પીભાઈ વાઘેલા અને તેના ભાઈ રફીક સાથે મળી પખવાડિયાથી અહીં ઘોડી પાસાની જુગાર કલબ શ કરી હોવાનું માલુમ પડું હતું. પોલીસે આ બંને ઉપરાંત હબીબ કાળુભાઈ ઠેબા, મોહસીન ગુલાબભાઈ વાઘેલા, મહેબૂબ (રહે રાજકોટ), બે ઓટો રીક્ષા, પલસર,બે એકિટવાના ચાલક ઉપરાંત વાડી માલિક અહેમદ જામાભાઈ સિપાઈને વોન્ટેડ દર્શાવ્યા હતાં.
સૌરાષ્ટ્ર્રમાં હાલ એસએમસી ધોંસ બોલાવતી રાજકોટના રજાકે અરણેજ આ બંને ભાઇઓ સાથે મળી અહીં પખવાડીયાથી ઘોડી પાસાની જુગાર કલર શ કરી હતી.આ અંગે પોલીસે ગુનો નોંધી વાડી માલિક સહિતના વોન્ટેડ શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech