પત્નીને ઘેનની દવા આપીને લોકો પાસે બળાત્કાર કરાવતો, વીડિયો ઉતારતો

  • September 03, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફ્રાન્સમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યકિતએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. આ ફ્રેન્ચ વ્યકિત દરરોજ રાત્રે તેની પત્નીને ડ્રગ્સ આપતો હતો અને અન્ય કેટલાક પુષોને બોલાવીને તેની સાથે બળાત્કાર કરાવતો હતો. મીડિયા રિપોટર્સ અનુસાર, તેણે તેની પત્ની પર ૫૧ લોકો દ્રારા બળાત્કાર કરાવ્યો હતો. મામલો ફ્રાન્સના મઝાન શહેરનો છે.
આ ક્રમ લગભગ ૧૦ વર્ષ સુધી ચાલતો રહ્યો. આ ૫૧ લોકોની ઉંમર ૨૬ થી ૭૩ વર્ષની વચ્ચે છે. આ કેસમાં પોલીસે તમામની ધરપકડ કરી છે. તેણે તમામ સામે બળાત્કારનો કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે બળાત્કારીઓની યાદીમાં અલગ–અલગ વ્યવસાયના લોકોનો સમાવેશ થાય છે. કેટલાક કામદારો છે અને કેટલાક ડ્રાઇવર છે. કેટલાક ફાયરમેન છે અને કેટલાક પત્રકારો છે.
પોલીસે જણાવ્યું કે, ક્રૂરતાની હદ વટાવનાર આ વ્યકિતનું નામ ડોમિનિક પી છે. તે દરરોજ રાત્રે તેના ભોજનમાં ડ્રગ્સ ભેળવતો હતો. આ પછી તે મહેમાનને પોતાના ઘરે બોલાવતો અને તેની પત્ની પર બળાત્કાર કરવાનું કહેતો. પોલીસે જણાવ્યું કે આ દરમિયાન તે વીડિયો પણ બનાવતો હતો. તે આ વિડિયોને યુએસબી ડ્રાઇવમાં એબ્યુઝ ફાઇલ બનાવીને સેવ કરતો હતો. આ યુએસબી ડ્રાઈવ હાલ પોલીસના હાથમાં છે. પોલીસે જણાવ્યું કે આરોપી ડોમિનિક ૧૦ વર્ષ (૨૦૧૧–૨૦૨૦) સુધી આ કામ કરતો રહ્યો. આ સમયગાળા દરમિયાન ઘણા લોકો ઘણી વાર આવતા હતા. પુલિને કહ્યું કે ડોમિનિકની પત્ની ફ્રાન્કોઇસ છે. બંનેના લને ૫૦ વર્ષ પહેલા થયા છે. ત્રણ સંતાનો પણ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application