રાજકોટ સ્થિત હીરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ કક્ષાનું બન્યું પરંતુ હજી ડોમેસ્ટીક લેવલ જેવી પણ કોઇને કોઇ તૃટીઓ, ખામીઓ સાથે હીરાસર એરપોર્ટ સમયાંતરે ચર્ચાની એરણે રહે છે. તાજેતરમાં જ સીકયુરીટીમાં ખામી રહી ગઇ હોય તે મુજબ એક પેસેન્જર ફલાઇટમાં મુંબઇ સુધી પહોંચી ગયો અને ત્યાં ખબર પડી કે આ મહાશય કાર્ટીસ લઇને આવ્યા છે. આ રેલો રાજકોટ એરપોર્ટ સુધી પણ પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.
હીરાસર એરપોર્ટ પરથી મુંબઇ જવા ઉડતી ફલાઇટમાં ગત સાહે સ્વાતત્રં પર્વ નજીકના દિવસે મિથુન રાશી ધારી એક પેસેન્જરે મુંબઇ જવા ઉડાન ભરી હતી. અહીં રાબેતા મુજબ પેસેન્જરનું ચેકિંગ, લગેજ સ્કેનીંગ સહિતની કાર્યવાહી થઇ હતી અને આ પેસેન્જરને ફલાઇટમાં જવાની છૂટ મળતા તે રાજકોટથી મુંબઇ પહોંચી ગયો હતો. મંુબઇ એરપોર્ટ પર પેસેન્જર પાસે રહેલા લગેજમાં ગનનું કાર્ટીસ સ્કેન થયું હતું અને મુંબઇ એરપોર્ટ પર થતી કાર્યવાહી કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
અંતર્ગત સૂત્રોમાંથી એવી વિગત મળી છે કે, આ પેસેન્જરે કાર્ટીસ નીકળતા બચાવ કર્યેા હતો કે પોતે કારમાં હીરાસર એરપોર્ટ સુધી આવ્યો હતો ત્યારે તેની પાસે ગન હતી અને એ ગન તેને કારમાં ડ્રોપ કરવા આવેલા વ્યકિત સાથે પરત મોકલી આપી હતી અને શરતચૂકથી કાર્ટીસ સાથે આવી ગયું. પેસેન્જરની શરતચૂક કે માનવીય ભૂલ રહી ગઇ હશે પરંતુ સીકયુરીટીમાં આ મુદ્દો ગંભીર ગણાતો હશે તે મુજબ રેલો રાજકોટ હીરાસર એરપોટ સુધી પહોંચ્યો હતો.
કાર્ટીસ કઇ રીતે પેસેન્જર પાસે રહી ગયું તેની ચર્ચા સાથે કહેવાય છે કે, ખાનગી લેવલે ખાતાકીય તપાસ પણ ચલાવાઇ હતી. તાબોડતોબ સીકયુરીટી પર્પસથી કોઇ પગલાં પણ લેવાયા હોવાની વાત છે. સીઆઇએસએફનો એક જવાન ગત સાહે સસ્પેન્ડ થયો છે, શું આ જવાનને આ પેસેન્જરના મામલે સસ્પેન્ડ કરાયો છે કે કેમ એ સ્પષ્ટ્ર થયું નથી, પરંતુ કંઇક બન્યું છે એવી વાત વહી રહી છે. આ મામલો રાજકોટ શહેર પોલીસ સુધી પણ પહોંચ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે
એરપોર્ટના કર્મચારીઓના ટિફિન પણ ચેક થતાં હોય તો કાર્ટીસ કઇ રીતે ગરકી શકે?
હીરાસર એરપોર્ટ પર સીકયુરીટીની બાબતે ઓન પેપર ચુસ્તતા દર્શાવાઇ રહી છે. એરપોર્ટમાં રોજ ફરજ પર આવતા કર્મચારીઓ સાથે ટીફીન લઇ આવે છે તેઓ આવે ત્યારે અને ફરજ પરથી પરત ઘરે જતાં હોય ત્યારે પણ તેઓના ટીફીન ચેક થતાં હોવાની વાત છે અને સીકયોરીટીને લઇને આવું થતું હોય એ યોગ્ય માનવુ રહ્યું. સાથે સાથે સવાલ એવા પણ ઉઠે કે જો કર્મચારીઓના ટીફીન સુધી ચેક થતાં હોય તો પેસેન્જર સાથે કાર્ટીસ કેમ જઇ શકે ? સમગ્ર મામલે સત્ય શું છે તે તો એરપોર્ટ ઓથોરિટી કે સંકળાયેલા વ્યકિતઓ જાણતા હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech