ગોંડલ તાલુકાના મહિકા ગામે મિત્રની હત્યા કરી ખુદને મૃત જાહેર કરવાનો પ્રયાસ કરવાના ચકચારી પ્રકરણમાં પોલીસે મુખ્ય આરોપી હસમુખ મૂળશંકર ધાનજા(ઉ.વ 46) ને ઝડપી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, અયોધ્યામાં કેટરર્સના મોટા કોન્ટ્રાક્ટ માટે ચીમન પટેલ નામના રાજકોટના કેટરીંગના ધંધાર્થીએ અયોધ્યાના શખસને રૂપિયા 20 લાખ હસમુખના કહેવાથી આપ્યા હતા. બાદમાં અયોધ્યાના શખસ ફોન પણ ઉપાડતો ન હોય અને ફરાર થઈ ગયો હોય કેટરર્સના ધંધાર્થીએ 20 લાખની ઉઘરાણી હસમુખ પાસે કરતા પૈસા ન ચૂકવવા પડે માટે તે ખુદને મૃત જાહેર કરવા માટે મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે ગત તારીખ 29/12 ના મકાનમાંથી સળગેલી હાલતમાં લાશ મળી હતી પ્રથમ આ લાશ હસમુખ મૂળશંકરભાઈ ધાનજા (ઉ.વ 46 રહે. રાજકોટ) વાળાની હોવાનું સામે આવ્યું હતું પરંતુ પોલીસની તપાસમાં આ લાશ ખરેખર હસમુખના મિત્ર સંદીપ અમૃતગીરી ગોસ્વામી (રહે. નાગેશ્વર, જામનગર રોડ, રાજકોટ)ની હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે મૃતકની પત્ની ગાયત્રીબેનની ફરિયાદ પરથી પોલીસે હસમુખ અને શાપરમાં રહેતા બાળ આરોપી વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો.
આરોપીએ જાકીટ વડે મિત્ર સંદીપને ગળાટૂંપો આપી હત્યા કયર્િ બાદ પેટ્રોલ છાટી, લાશ સળગાવી હતી. જેમાં સગીરે મદદ કરી હતી. આ પ્રકરણ બાદ પોલીસે તાકીદે શાપરમાં રહેતા બાળ આરોપીને ઝડપી લીધો હતો જ્યારે મુખ્ય આરોપી હસમુખ ફરાર થઈ ગયો હતો.
દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાના પગલે ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને ગોંડલ તાલુકા પોલીસ સહિતની અલગ અલગ ટીમો દ્વારા આરોપીને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આરોપી રાજકોટથી જુનાગઢ તરફ જતો હોવાની માહિતી મળતા પોલીસે રસ્તામાં જ આરોપીને દબોચી લીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત જાણવા મળી હતી કે, આરોપી હસમુખ ધનજા (રહે. રાજકોટ)ને અયોધ્યાના શૈલેષ દુબે નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો આ શૈલેષ દુબે તેને અયોધ્યામાં કેટરર્સનો મોટો કોન્ટ્રાક્ટ આપવાની વાત કરી હતી પરંતુ હસમુખ પાસે પૈસા ન હોય તેણે આ વાત રાજકોટમાં કેટરર્સના ધંધાર્થી ચીમનભાઈ પટેલને કરી હતી. બાદમાં તેણે ચીમનભાઈને શૈલેષ સાથે વાત કરાવી હતી કોન્ટ્રાક્ટ મોટો હોય જેથી ચીમનભાઈ ને રસ પડતા તેમણે આ માટે વાતચીત આગળ વધારી હતી બાદમાં કેટરર્સના કોન્ટ્રાક્ટ માટે ચીમનભાઈ પટેલે હસમુખના કહેવાથી શૈલેષને રૂપિયા 20 લાખ પણ આપ્યા હતા.
20 લાખ આપી દીધા બાદ શૈલેષ ચીમનભાઈનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું જેથી આ બાબતે ચીમનભાઈએ હસમુખને વાત કરી હતી હસમુખે આ શૈલેષ દુબેને ફોન કરતા તેણે હસમુખનો પણ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને તેનો ક્યાંક પતો લાગતો ન હતો જેથી હવે ચીમનભાઈ હસમુખ પાસેથી આ પૈસાની ઉઘરાણી કરવા લાગતા તે પૈસા ચૂકવી શકે તેમ ન હોય તેણે પોતાના જ મિત્રની હત્યા કયર્િ બાદ તેની પાસે પોતાનું આઈકાર્ડ, મોબાઈલ, પાકીટ સહિત રાખી પોતાને મૃત દેખાડવા માટે લાશને સળગાવી પણ નાખી હતી. આ અંગે પોલીસે આરોપી હસમુખની વિશેષ પૂછતાછ હાથ ધરી છે.
જે મિત્રએ રાજકોટમાં ભાડે મકાન અપાવ્યું તેની જ હત્યા કરી નાખી
પોલીસે જણાવ્યું હતું કે, હસમુખ અને મૃતક સંદીપ ગૌસ્વામી બંને ગાઢ મિત્રો હતા. હસમુખની આર્થિક સ્થિતિ ખૂબ જ કફોડી હોય રાજકોટમાં તેને રહેવા માટે કોઈ ભાડે મકાન પણ ન આપતું હોય ત્યારે સંદિપે તેને અહીં ભાડે મકાન અપાવ્યું હતું. તેમ છતાં મિત્રનું અહેસાન માનવાના બદલે ખુદ મુસીબતમાં ન ફસાય તે માટે મિત્રને જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.
મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલનાર ટીમ
મોટા મહીકાના આ ચર્ચાસ્પદ હત્યા પ્રકરણનો ભેદ ઉકેલવામાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ તેમની ટીમ તેમજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.રાવ, પી એસ આઇ આર.જે.જાડેજા, આર. આર.સોલંકી તથા ટીમ તેમજ રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી પીએસઆઇ બી.સી. મિયાત્રા તથા ટીમે કામગીરી કરી હતી.
હસમુખ રાજકોટ, સોમનાથ,કોડીનાર સહિતના સ્થળોએ ભાગતો ફરતો હતો
મિત્રને મોતને ઘાટ ઉતારી દીધા બાદ હસમુખ ફરાર થઈ ગયો હતો અને તેમાં પણ જ્યારે પોલીસ તપાસમાં તેનું નામ આરોપી તરીકે સામે આવ્યા બાદ પોલીસની ભી સ્વચ્છતા તે રાજકોટ સોમનાથ કોડીનાર સહિતના સ્થળોએ ભાગતો ફરતો હતો જો કે તેની આર્થિક સ્થિતિ સારી ન હોય અને તેની પાસે પૈસા ન હોય તે રાજ્ય બહાર ભાગી શકે તેમ પણ ન હતો જેથી આની સૌરાષ્ટ્રમાં જ અલગ અલગ વિસ્તારમાં છુપાઈને રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: પતંગ લેવા જતા 11 વર્ષીય બાળકનું કરૂણ મોત
January 08, 2025 11:18 PMઆંધ્રપ્રદેશઃ તિરુપતિ મંદિરમાં ટોકન લેતા સમયે નાસભાગ, 6 શ્રદ્ધાળુઓના મોત
January 08, 2025 10:55 PMસુરતના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસનો ખતરો: પ્રાણીઓમાં ફેલાયો ચેપ
January 08, 2025 08:51 PMસાબરકાંઠામાં HMPV વાયરસનો ખતરો: અમદાવાદ બાદ હિંમતનગરમાં 8 વર્ષનું બાળક સંક્રમિત
January 08, 2025 08:49 PMખંભાળિયાના માંઝા ગામે કૂવામાં ખાબકેલા શિયાળનું રેસ્ક્યુ કરાયું
January 08, 2025 07:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech