બાંગ્લાદેશમાંથી ભાગવા જતા હસીનાના મંત્રીઓને પકડીને દોરડાથી બાંધી દીધા

  • August 14, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના રોકાણ બાબતોના સલાહકાર સલમાન એફ રહેમાન અને પૂર્વ કાયદામંત્રી પ્રધાન અનીસુલ હકની ઢાકાના સદરઘાટથી ભાગતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમને ગુનેગારોની જેમ દોરડાથી બાંધવામાં આવ્યા હતા અને એક કલાકમાં જ તેમના પર ડબલ મર્ડરનો આરોપ મૂકાયો હતો. બાંગ્લાદેશમાં હિન્દુઓની સર્વેાચ્ચ સંસ્થાએ જણાવ્યું હતું કે ૫ ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી લઘુમતી હિન્દુ સમુદાયને ૪૮ જિલ્લામાં ૨૭૮ સ્થળોએ હત્પમલા અને ધમકીઓનો સામનો કરવો પડો હતો. સર્વેાચ્ચ સંસ્થાએ તેને 'હિંદુ ધર્મ પર હત્પમલો' ગણાવ્યો હતો.
બાંગ્લાદેશ નેશનલ હિન્દુ ગ્રાન્ડ એલાયન્સના સભ્યોએ પણ તાજેતરના દિવસોમાં હત્પમલામાં થયેલા વધારા તરફ ધ્યાન દોયુ અને કહ્યું કે 'આ દેશમાં અમારો પણ અધિકાર છે, અમારો જન્મ અહીં થયો છે.' વડાંપ્રધાન હસીનાએ દેશ છોડા પછી, લઘુમતી હિન્દુ વસ્તીને ઘણા દિવસો સુધી હિંસાનો સામનો કરવો પડો. તેમના ઘરો અને દુકાનો બાળી નાખવામાં આવી. તેમની મિલકતો નાશ પામી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application