રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉનાળાના આરંભે શાકભાજી વિભાગમાં આણા માટેની કેરીઓ, ગુંદા અને ગરમર સહિતની જણસીઓની મબલખ આવક શરૂ ઇ છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે આણા માટેની કેરીની ૧૫,૧૦૦ કિલોની આવક ઇ હતી જેની સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૩૦૦ી ૬૦૦ સુધીનો રહ્યો હતો. જ્યારે ગુંદાની ૩૮૦૦ કિલોની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૬૦૦ થી ૧૦૦૦ સુધી રહ્યો હતો. તદઉપરાંત ડાળા ગરમરની આવક પણ શરૂ ઇ છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે આ વર્ષે કેરીમાં ઉત્પાદન સારું આવ્યું હોય સીઝનના પ્રારંભી જ સારી માત્રામાં આવક ઇ રહી છે અને આગામી દિવસોમાં આવક હજુ વધશે.
રાજકોટ માર્કેટ યાર્ડમાંથી આણા માટેની કેરીઓ સહિતની જણસીઓની શહેરી ગ્રાહકો ઉપરાંત આણાનું ઉત્પાદન કરતી કંપનીઓ તેમજ એક્સપોર્ટર્સ દ્વારા ખરીદી શરૂ કરાઇ છે. હાલ સીઝનના પ્રારંભે ભાવ વધુ છે પરંતુ આવક વધશે તેમ ભાવ ઘટશે.
શાકભાજીએ ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના સીધા નિયંત્રણ હેઠળ ન હોય ખેડૂતો શાકભાજીનું સીધું જ રિટેઇલ શાક માર્કેટમાં પણ વેંચાણ કરતા હોય આ વર્ષે કેરી અને ગુંદાની આવક યાર્ડના બદલે શાક માર્કેટમાં વહેલી શરૂ ઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech