રાજકોટમાં નકલી દસ્તાવેજ કૌભાંડનો મુખ્ય સુત્રધાર હર્ષ સોની ઝડપાયો, પૂછપરછમાં મોટા માથાની સંડોવણી ખુલવાની શક્યતા

  • December 26, 2024 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જિલ્લા નોંધણી ભવન ખાતે નકલી દસ્તાવેજના કૌભાંડનો મુખ્ય સુત્રધાર હર્ષ સોનીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. 17 જેટલા બોગસ દસ્તાવેજની ફરિયાદ નોંધાયા બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. 

પ્રદ્યુમનનગર પોલીસની ટીમ અમદાવાદથી દબોચી હર્ષ સોનીને રાજકોટ લાવવામાં આવ્યો છે. પીઆઈ ડોબરિયા અને તેની ટીમે સઘન પૂછપરછ હાથ ધરી છે. અનેક અધિકારીઓ સહિત મોટા માથાઓની સંડોવણી ખુલવાની શક્યતા છે.   વર્ષ 1972 પહેલાના હસ્તલિખિત દસ્તાવેજની સ્કેનિંગ કોપીમાં કચેરીના સુપરવાઇઝર અને કોન્ટ્રાક આધારિત કર્મચારી સહિત ત્રણ શખસોએ 17 દસ્તાવેજોમાં ચેડા કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.


અગાઉ પોલીસે જયદીપ ઝાલાની ધરપકડ કરી હતી
અમદાવાદની બીએનએસ એજન્સીના કોન્ટ્રાકટ આધારિત સુપરવાઇઝર જયદીપ ઝાલા, કોન્ટ્રાકટ આધારિત કર્મચારી હર્ષ સોની અને અન્ય કિશન ચાવડાએ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. જો કે આ પ્રકરણમાં પોલીસે અગાઉ જયદીપ ઝાલાની ધરપકડ કરી હતી. જ્યારે કૌભાંડનો મુખ્ય સુત્રધાર હર્ષ સોની ફરાર હતો. સબ રજિસ્ટાર કચેરીમાં ચાલતા નકલી દસ્તાવેજના કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 


તપાસમાં 17 જેટલા દસ્તાવેજમાં ચેડા કર્યાનું ખુલ્યું
વધુમાં જાણવા મળતી વિગત મુજબ, પ્રદ્યુમનનગર પોલીસ મથક ખાતે સબ રજિસ્ટાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા જયદીપ ઝાલા, કિશન ચાવડા અને હર્ષ સોની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ દ્વારા કિંમતી દસ્તાવેજોનો કપટ પૂર્વક નાશ કરવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા હસ્તલેખિત દસ્તાવેજોના સ્કેનિંગ રેકોર્ડ ડિલિટ કરી તેમાં ચેડા કરવામા આવ્યા હતા. ડિલિટ કરેલા દસ્તાવેજોની જગ્યાએ ખોટા બનાવેલા દસ્તાવેજોની સ્કેનિંગ કોપી કોમ્પ્યુટરમાં સેવ કરવામાં આવી હતી. આરોપીઓ ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News