Hardik Pandya Divorce: છૂટાછેડાની અફવાઓ વચ્ચે નતાશાની રહસ્યમય પોસ્ટ; 'લખ્યું - ભગવાન...'

  • May 29, 2024 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાર્દિક પંડ્યાથી છૂટાછેડાના સમાચાર વચ્ચે, નતાશા સ્ટેનકોવિક ફરી એકવાર સોશિયલ મીડિયા પર રહસ્યમય પોસ્ટ કરીને ચર્ચામાં આવી છે.


ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના છૂટાછેડાના સમાચારે ઇન્ટરનેટ પર હાહાકાર મચાવી દીધો છે. સોશિયલ મીડિયા પર લોકો આ મામલે અલગ-અલગ અભિપ્રાય આપવામાં વ્યસ્ત છે. અત્યાર સુધી હાર્દિક કે તેની પત્ની નતાશા સ્ટેનકોવિકે છૂટાછેડાના સમાચાર સ્વીકાર્યા નથી. પરંતુ આ દરમિયાન નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય પોસ્ટ કરી છે. તેના દ્વારા અપડેટ કરવામાં આવેલી વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે નતાશા બાંદ્રા-વરલી સી લિંક પર કારમાં મુસાફરી કરી રહી છે. આ સિવાય તેણે કેપ્શનમાં લખ્યું છે કે ભગવાન પર ભરોસો રાખો. પોસ્ટ એટલા માટે રહસ્યમય છે કારણ કે તે સમજવું મુશ્કેલ છે કે તે ભગવાનમાં વિશ્વાસ રાખવા વિશે શું કહેવા માંગે છે.


થોડા દિવસો પહેલા નતાશાએ બીજી એક સ્ટોરી અપડેટ કરી હતી, જેમાં તેણે ટ્રાફિક સાઈન બતાવી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, "કોઈક બહુ જલ્દી રસ્તા પર આવવાનું છે." તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના નજીકના મિત્રએ જણાવ્યું હતું કે બંને ઘણા મહિનાઓથી અલગ રહે છે. નતાશા ઘણા સમય પહેલા જ હાર્દિકનું ઘર છોડી ચુકી છે.


નતાશાને કરવામાં આવી હતી ટ્રોલ

IPL 2024 હવે સમાપ્ત થઈ ગયું છે, પરંતુ આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. હાર્દિક પંડ્યાને એમઆઈ ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશીપ આપવામાં આવી હતી, પરંતુ તેની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની હતી. હાર્દિકનું અંગત પ્રદર્શન પણ બહુ સારું નહોતું. આવી સ્થિતિમાં, તેમના છૂટાછેડાના સમાચાર બહાર આવતા જ નતાશા સ્ટેનકોવિકને જોરદાર ટ્રોલ કરવામાં આવી હતી. તેને હાર્દિકના જીવનમાં બેડ લક હોવાનું પણ કહેવાયું હતું. આ ઉપરાંત તેમની પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પણ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application