રુા.૪૧.૮૯ કરોડના ખર્ચે બની રહેલા રેલ્વે ઓવરબ્રિજની લંબાઇ ૭૨૨.૩૪ મીટર અને પહોળાઇ ૧૦૦૦ મીટર, બ્રિજની ઉંચાઇ ૮.૭૦૫ મીટર અને સર્વિસ રોડની પહોળાઇ ૬.૫૦ મીટર થશે: બંને બાજુ એપ્રોચ પોર્સન રહેશે: બ્રિજ બન્યા બાદ ખેડુતોની મુશ્કેલી ઘટશે
જામનગર વિકાસના પંથે જઇ રહ્યું છે ત્યારે શહેરમાં ટ્રાફિક વધતા ધીરે-ધીરે બ્રીજ બનવાનું શરુ થઇ ગયું છે, સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો ફલાય ઓવર રુા.૧૯૩ કરોડના ખર્ચે બની રહ્યો છે અને તે ડીસેમ્બર મહીનામાં પૂર્ણ થઇ જશે, બીજી તરફ હાપા માર્કેટીંગ યાર્ડ પાસે રેલ્વે ઓવરબ્રિજ રુા.૪૧.૮૯ કરોડના ખર્ચે બની રહ્યો છે, જેનું કામ ૫૫ ટકા પૂર્ણ થઇ ગયું છે અને છ મહીનામાં આ ઓવરબ્રિજ બની જશે જયારે રુા.૬૫ કરોડના ખર્ચે લાલપુર બાયપાસ ચોકડી પાસે પણ ઓવરબ્રિજ બનાવવાનું કામ શરુ થઇ ગયું છે, આ બજેટમાં સમર્પણ પાસે અને સૈનિક સ્કુલ પાસે પણ એક-એક ઓવરબ્રિજ બનાવવા માટેની જોગવાઇ કરવામાં આવી છે ત્યારે હાપા માર્કેટીંગ યાર્ડ પાસે સતત ટ્રાફિકને કારણે ખેડુતોને માલસામાન લઇ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે તે રેલ્વે બ્રિજ બનતા જ દુર થઇ જશે.
જામનગર શહેરમાં હાપા માર્કેટીંગ યાર્ડ પાસે રેલ્વે ઓવરબ્રિજ બની રહ્યો છે જેનું ૫૫ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે, રેલ્વે ફાટક એલસી નં.૧૮૮ પર રુા.૪૧.૮૯ કરોડના ખર્ચે જે બનનારા ઓવરબ્રિજની કુલ લંબાઇ ૭૨૨.૩૪ મીટર, જયારે પહોળાઇ ૧૨ મીટર દર્શાવવમાં આવી છે અને પીલર ઉંચાઇ ૮.૭૦૫ મીટર રહેશે, પોર્સન ૬૦૩.૪૨ મીટર દર્શાવવામાં આવી છે.
મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ આસી.કમિશ્નર અને સીટી ઇજનેર ભાવેશ જાની, પ્રોજેકટ પ્લાનીંગના નાયબ ઇજનેર રાજીવ જાનીના સીધા માર્ગદર્શન હેઠળ આ કામ થઇ રહ્યું છે, યાર્ડમાં અવરજવર કરતા હજારો વાહનો રેલ્વે ક્રોસીંગ પાસે લાંબો સમય ઉભા રહેતા હોય છે અને હવે આ બ્રિજ બનતા શહેરને ફાટક મુકત બનાવવાની દિશામાં એક પગલું કહી શકાય. રચના ક્ધસ્ટ્રકશન નામની કંપની ઓવરબ્રિજ બનાવી રહી છે.
હાપા ખાતે રેલ્વે ઓવરબ્રિજ બનાવવા માટે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના પદાધિકારીઓએ રાજય સરકાર અને રેલ્વે વિભાગમાં રજૂઆત કરીને ઝડપથી કલીયરન્સ મળે તે માટે પ્રયાસો કર્યા છે અને તેને સફળતા મળી છે. હાપા માર્કેટીંગ યાર્ડમાં સવારે ૪ વાગ્યાથી ખેડુતો પોતાનો સામાન લઇ આવે છે, કેટલીક વખત ટ્રેન આવવાની હોય અડધો-અડધો કલાક સુધી આ ફાટક ખુલતું નથી જેના લીધે વાહનોની લાંબી કતાર જોવા મળે છે. જામનગરમાં એકીસાથે બે ઓવરબ્રિજ બની રહ્યા છે, જેનાથી જામનગરની ટ્રાફિક સમસ્યામાં ખુબ જ હળવાશ થશે, ખાસ કરીને અત્યારે લાલપુર બાયપાસ ચોકડી પાસે અવારનવાર ટ્રાફિક જામ થઇ જાય છે, જેને કારણે સામાન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઓવરબ્રિજ પણ લગભગ એકાદ વર્ષમાં પુરો થઇ જશે.
જામનગરમાં અનેકવિધ પ્રોજેકટો ચાલી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં હજુ વધુ બે ઓવરબ્રિજ બનાવવા માટેની જાહેરાત બજેટમાં કરી દેવામાં આવી છે જેને લીધે હવે ધીરે-ધીરે જામનગર ફાટક મુકત બની જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech