હાપા માર્કેટ યાર્ડમાં અત્યારે સુકા લાલ મરચાંની આવક...!!: ભાવ 2720

  • December 18, 2024 12:59 PM 

ખંભાળીયા, કલ્યાણપુર, દ્વારકા સહિતના ગામોમાંથી સુકા મરચાની આવક શ: ગઇકાલે 590 ગુણી આવતા ભાવ ઉંચકાયા: શિયાળામાં પણ સુકા મરચા વધુ આવતા લોકોને આશ્ર્ચર્ય


શિયાળુ શ થઇ ચૂકયો છે ત્યારે હાપા માર્કેટીંગ યાર્ડમાં સુકા મરચા અને કપાસની આવક વધતી જાય છે, છેલ્લા ચાર દિવસથી ડુંગળીની વધુ આવકના કારણે ખેડુતોને નવી સુચના ન મળે ત્‌યાં સુધી વધુ માલ ન લાવવા કહી દેવામાં આવ્યું છે, સુકા મરચાએ પણ હવે એન્ટ્રી મારી છે તેનો ભાવ ા.2720 રહ્યો હતો જયારે ગઇકાલે 590 ગુણીની આવક થઇ હતી, આમ સુકા મરચાની વધુ આવકથી લોકોને પણ આશ્ર્ચર્ય થયું છે, આગામી દિવસોમાં અન્ય ગામોમાંથી વધુ સુકા મરચા આવશે તેમ લાગે છે.


જામનગરના માર્કેટીંગ યાર્ડમાં મરચાનું આગમન થયા બાદ ા.500 થી 2720 ભાવ બોલાયો હતો, 94 ખેડુતોએ 1033 મણ સુકા મરચા હાપા યાર્ડમાં વેંચવા માટે રાખ્યા છે. અજમો દેશભરમાં જામનગરનો વખણાય છે ત્યારે 2055 થી 3860 સુધીનો ભાવ ગઇકાલે બોલાયો હતો, 17 ખેડુતો 809 મણ અજમો લઇને માર્કેટીંગ યાર્ડમાં આવ્‌યા હતાં, જી 3000 થી 4590, ધાણા 1000 થી 1460, સુકી ડુંગળીનો ભાવ ા.80 થી 520, સોયાબીન ા.400 થી 800, ચણા ા.1170 થી 1256, સફેદ ચણા ા.2400 થી 2485નો ભાવ રહ્યો હતો.


સામાન્ય રીતે ખંભાળીયા, ગોંડલ અને લાંબાનું મરચુ વખણાય છે, આ વખતે શીયાળામાં પણ ધીરે-ધીરે મરચાની ગાડીની આવક થઇ છે અને યાર્ડના સંચાલકોના જણાવ્‌યા મુજબ હજુ વધુને વધુ આવક થાય તેવી પણ શકયતા છે, સુકા મરચાના ભાવ નીચામાં નીચા 500 હતાં અને વધુમાં વધુ 2500 ભાવ બોલાયા હતાં, 604 ગુણીની આવક અને 1057 મણ 109 ખેડુતો મરચા લઇને હાપા માર્કેટીંગ યાર્ડમાં આવ્‌યા હતાં.


આ વખતે લાંબા, ભાટીયા, દ્વારકા, જામજોધપુર વિસ્તારમાં મરચાનું ઉત્પાદન સા છે અને ત્‌યાંનું મરચુ પણ ગોંડલની જેમ વખણાય છે, સુરેન્દ્રનગરના મરચાની પણ બોલબાલા છે એટલે કેટલાક ખેડુતો સુકુ મરચુ વેંચવા માટે જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આવે છે, સામાન્ય રીતે ઉનાળામાં સુકા મરચાની મબલખ આવક થાય છે, ખંભાળીયા, હાપા, કાલાવડ અને જામજોધપુર યાર્ડમાં ગોંડલની જેમ સારી આવક થતી હોય, યાર્ડમાં વધુ મરચુ વેંચાતા ભાવ પણ થોડા ગગળે છે.


હવે આગામી દિવસોમાં ડુંગળીની જેમ મરચાની પણ વધુ આવક થશે, લસણના ભાવ પણ ગગળ્યા છે તે હકીકત છે, એક સમયે ા.400ના કિલો લેખે લસણ વેંચાતું હતું ત્યારે તેના ભાવમાં સારો એવો કડાકો બોલ્યો છે, આમ હાલ તો શિયાળામાં સુકા મરચાની બોલબાલા હાપા યાર્ડમાં શ થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application