હાપા જલારામ મંદિરે ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકોટ ધરાવાયો

  • January 18, 2025 10:34 AM 

સતત ૧૩ માં વરસના આયોજનમાં ગીનેશ બુકમાં સ્થાન પામેલો ૭ ફૂટ બાય ૭ ફૂટનો રોટલો પણ પ્રસાદરૂપે ધરાવાયો


જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે આજે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સતત ૧૩મી વખત ૧૧૧ પ્રકારના રોટલા ના અન્નકૂટ દર્શન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.સાથો સાથ ગિનેશ બુકમાં સ્થાન પામલો વિશ્વવિક્રમી ૭ ફૂટ બાય ૭ ફૂટનો વિશાળ કદનો રોટલો પણ પ્રસાદ રૂપે ધરવામાં આવ્યો હતો.


વિક્રમ સંવત ૧૮૨૦ ને તારીખ ૧૭ જાન્યુઆરીના માતૃશ્રી વીરબાઈમાં તેમજ પૂજ્ય જલારામ બાપા દ્વારા શરૂ કરાયેલા અન્નક્ષેત્ર આજે પણ વિશ્વભરમાં અજોડ છે, ત્યારે આ અન્નક્ષેત્ર ના શુભારંભ ની ઉજવણી ના ભાગરૂપે જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ-હાપા દ્વારા સતત ૧૩મી વખત ૧૧૧ પ્રકારના રોટલાના અનકોટ દર્શન નું આયોજન કરવામાં આવ્યું છે, અને બપોરે ૪.૦૦ વાગ્યા થી રાત્રિના ૮.૦૦ વાગ્યા સુધી જલારામ ભક્તો માટે દર્શનનો સમય રાખવામાં આવ્યો હતો. જેમાં અનેક જલારામ ભક્તો જોડાયા હતા. ત્યારબાદ જલારામ બાપાની મહા આરતી કરવામાં આવી હતી.


જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા જલારામ ભક્તો દ્વારા પોતાના ઘેર મહાપ્રસાદ ના રોટલા તૈયાર કરવામાં આવ્યા હતા, અને તમામ રોટલા ને અન્નકૂટના દર્શનાર્થે પૂજ્ય જલારામબાપા સમક્ષ ધરવામાં આવ્યા હતા. સાથો સાથ ૭ ફૂટનો વિશાળ કદનો રોટલો પણ પ્રસાદ રૂપે ધરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ તમામ રોટલાની પ્રસાદી રૂપે જલારામ ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application