સામાન્ય રીતે કોઇ સરકારી કચેરીમાં હનુમાન યંતી ની રજા હોતી નથી પરંતુ રાજકોટ માર્કેટ યાર્ડમાં વર્ષેાથી પરંપરાગત રીતે ધાર્મિક તહેવાર હનુમાન જયંતીની રજા પાળવામાં આવે છે, દરમિયાન એ જ પરંપરા અનુસાર આવતીકાલે તા.૨૩ના રોજ રાજકોટના મુખ્ય બેડી યાર્ડમાં હરરાજી સહિતના તમામ કામકાજ સંપૂર્ણ બધં રાખવામાં આવનાર હોય ખેડૂતોને માલ નહીં લાવવા અપીલ કરાઇ છે.
વિશેષમાં આ અંગે ચેરમેન જયેશભાઇ બોઘરાના આદેશથી સેક્રેટરી બી.આર.તેજાણીએ પ્રસિધ્ધ કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે તા.૨૩–૪–૨૦૨૪ને મંગળવારના રોજ હનુમાન જયંતી નિમિતે યાર્ડ એક દિવસ રજા પાળશે અને બેડી યાર્ડમાં હરરાજી સહિતના કામકાજ બધં રહેશે. યારે તા.૨૪થી રાબેતા મુજબ યાર્ડ કાર્યરત થશે
યાર્ડમાં હનુમાન જયંતીની રજા પાળવાનું શા માટે શરૂ કરાયું ?
રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે બેડી ખાતે ૨૦૧૫માં નવું યાર્ડ બન્યા બાદ વેપાર ધંધા જામતા ન હોય તેમજ ત્યારબાદ નોટબંધી, જીએસટી, કોરોના વિગેરે અંતરાયો આવતા યાર્ડના તમામ વેપારીઓએ સાથે મળીને યાર્ડના દરવાજે કષ્ટ્રભંજન હનુમાનજીના મોટા મંદિરનું નિર્માણ કરાયું હતું ત્યાં દરરોજ નિયમિત પૂજન, અર્ચન, આરતી કરાય છે તેમજ દર હનુમાન જયંતિએ યાર્ડ બધં રાખી ત્યાં આગળ બટુક ભોજન તેમજ મહાપ્રસાદ, હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ સહિતના કાર્યક્રમો યોજાઇ છે. મજૂરો, કમિશન એજન્ટો, વેપારીઓ, કચેરીનો સ્ટાફ સહિત ૨૦૦૦થી વધુ લોકો સમૂહ પ્રસાદ ગ્રહણ કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech