હમાસ ચીફ યાહ્યા સિનવાર જીવે છે ઈઝરાયેલે જ કરવો પડ્યો ખુલાસો

  • October 08, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇઝરાયલે જ એક તબકકે હમાસના વડા યાહ્યા સિનવારને માયર્િ હોવાનો દાવો કર્યો હતો. જો કે, હવે તેમનું સ્થાનિક મીડિયા જ આ દાવા સામે સવાલ ઉઠાવી રહ્યું છે અને હમાસ ચીફ યાહ્યા સિનવાર જીવતા હોવાનો દાવો કરી રહ્યું છે.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધને એક વર્ષ થઈ ગયું છે. આ ઘટના ગયા વર્ષે 2023માં શરૂ થઈ હતી, જ્યારે ઉગ્રવાદી જૂથ હમાસના લોકોએ દક્ષિણ ઇઝરાયેલમાં પ્રવેશ કર્યો હતો અને 1000થી વધુ લોકોની હત્યા કરી હતી.માનવામાં આવી રહ્યું છે કે આ ભયાનક કૃત્ય પાછળનો દોરી સંચાર હમાસના નેતા યાહ્યા સિનવારનો હતો, જે હુમલા દરમિયાન માયર્િ ગયા હોવાનો દાવો ઇઝરાયલ દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે, આ દરમિયાન, આ દાવાને ખોટો સાબિત કરતા, ઇઝરાયેલી મીડિયા એ જ સોમવારે કહ્યું કે યાહ્યા સિનવાર, જે હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે, તે જીવિત છે. તેણે કતાર સાથે ગુપ્ત રીતે વાત કરી છે. જો કે કતારના એક વરિષ્ઠ રાજદ્વારીએ આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે હમાસના અન્ય એક નેતા ખલીલ અલ-હૈયાએ કતારનો સંપર્ક કર્યો હતો.
હમાસના નેતા યાહ્યા સિનવાર સાથે સંબંધિત સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ઇઝરાયલે ગાઝા સિટીમાંથી હાંકી કાઢવામાં આવેલા પેલેસ્ટિનિયનોના આશ્રયસ્થાન પર રોકેટ હુમલો કર્યો હતો અને સિનવારની સંભવિત હત્યાની તપાસ કરી રહી હતી.

ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ યાહ્યા સિનવાર હમાસના વડા બન્યા
21 સપ્ટેમ્બરે કરવામાં આવેલા હુમલા અંગે ઈઝરાયેલની સેનાએ જવાબ આપ્યો કે તેઓએ હમાસ કમાન્ડ સેન્ટરને નિશાન બનાવ્યું હતું, પરંતુ પેલેસ્ટાઈનના આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે આવું નથી. તેઓએ જે જગ્યાએ હુમલો કર્યો તે 22 લોકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. જે વ્યક્તિની હત્યા વિશે ઇઝરાયેલ આટલી તપાસ કરી રહ્યું છે અથવા તેના વિશે નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે, તે યાહ્યા સિનવાર છે, જે આ વર્ષે ઓગસ્ટમાં ઇસ્માઇલ હનિયાની હત્યા બાદ હમાસના વડા બન્યા હતા. સિનવરનો જન્મ વર્ષ 1962માં થયો હતો. તેના શરૂઆતના દિવસોમાં સિનવારે હમાસની સુરક્ષા પાંખનું નેતૃત્વ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application