હળવદ નગરપાલિકા દ્રારા વૈજનાથ ચોકડી પાસે લોકોની સુખાકારી વધારવા માટે સ્વર્ણીમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજીત ૫૪ લાખ પિયાના ખર્ચે અટલ બિહારી સિનિયર સિટીઝન પાર્ક બનાવવામાં આવ્યો હતો જે જાળવણીના આભાવે હાલમાં ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે,રાત્રિના સમયે અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો છે. હળવદ નગરપાલિકા દ્રારા લોકોના સુખાકારીમાં વધારો કરવા માટે ગુજરાત સરકારની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૫૪ લાખથી વધુના ખર્ચે સુંદર મજાનો સિનિયર સિટીઝન રમતગમતના સાધનો પાણીના ફુવારા બેસવા માટે બાંકડાઓ જેવી વ્યવસ્થા સાથે આધુનિક સિનિયવર સિટીજન પાર્ક બનાવવામાં આવ્યું હતું. માત્ર યોગ્ય જાળવણીના અભાવે આજે આ પાર્ક નકેગાર બની ગયો છે, નથી રમતગમતના સાધનો, નથી બેસવા માટેના બાંકડાઓ, ફુવારાઓ બધં હાલતમાં છે, ટોયલેટ બધં હાલતમાં છે, સિનિયર સિટીઝન પાર્કમાં બેસવું તો કયાં બેસવું તે પણ એક પ્રશ્ન છે, સીનીયર સીટીઝન પાકે હાલમાં સાવ ખંડેર બની ગયેલ હાલતમાં છે. અંધારપટ હોવાથી કેટલાક અસામાજિત તત્વો સિનિયર સિટીઝન પાકેમા પગપેશરો કર્યેા છે વધતા જતા અસામાજિક તત્વોના આવન જાવનના કારણે અનેક અસમાધિક પ્રવૃત્તિઓ પણ રાત્રિના સમયે થાય છે. કેટલાક આવારા તત્વો તો નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે ત્યારે અમુક તત્વો તો નુકસાન પહોંચાડી સાધન સામગ્રીની ચોરી કરીને પણ લઈ જઈ રહ્યા છે. રાત્રિના સમયે દા તથા કેફી દ્રવ્યોના સેવન માટે પણ આ પાર્કને અડો બનાવી દીધાની ચર્ચા એ જોર પકડું છે. આજ દિન સુધી નગરપાલિકા દ્રારા કોઈ પગલાં ન લેવાતા શેહરીજનોમાં ચર્ચા રહ્યું છે કે શું પાલિકાના અધિકારીઓને આ બાબતને ખબર નહીં હોય તેવા પ્રશ્નો લોકમુખે સાંભળવા મળી રહ્યું છે. ઉનાળાની શઆત થતાં તાત્કાલિક ધોરણે સિનિયર સિટીઝન પાકેનું રીનોવેશન કરી ફરીથી આ પાર્ક સિનિયર સિટીઝનો માટે ફરવા લાયક બનાવવામાં આવે તેવી શહેરીજનોની માગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech